ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shilpa Shetty બહેન માટે શોધી રહી છે મુરતિયો, કપિલના શૉમાં શમિતાને આપ્યા ડેટિંગ ઓપ્શન

'ધ કપિલ શર્મા શો'માં Shilpa Shettyએ બહેન શમિતા માટે જીવનસાથી શોધવાની વાત કહી. 46 વર્ષની શમિતાને લગ્ન માટે ડેટિંગ એપ વાપરવાની સલાહ પણ આપી.
02:37 PM Aug 10, 2025 IST | Mihir Solanki
'ધ કપિલ શર્મા શો'માં Shilpa Shettyએ બહેન શમિતા માટે જીવનસાથી શોધવાની વાત કહી. 46 વર્ષની શમિતાને લગ્ન માટે ડેટિંગ એપ વાપરવાની સલાહ પણ આપી.
Shilpa Shetty sister

Shilpa Shetty : કપિલ શર્માનો લોકપ્રિય શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો' ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરના એપિસોડમાં બોલિવૂડની બે પ્રખ્યાત ભાઈ-બહેનની જોડી મહેમાન બની હતી - જેમાં હુમા કુરેશી તેના ભાઈ સાકિબ સલીમ સાથે અને શિલ્પા શેટ્ટી તેની બહેન શમિતા શેટ્ટી સાથે આવી હતી. આ શોમાં બંને બહેનોએ એકબીજાના રહસ્યો ખોલ્યા અને મજાક મસ્તી કરી. આ દરમિયાન, શિલ્પા શેટ્ટીએ પોતાની નાની બહેન શમિતા માટે જીવનસાથી શોધવાની વાત કહી અને તેને ડેટિંગ એપનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ આપ્યો.

શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો (Shilpa Shetty)

શમિતા શેટ્ટી 46 વર્ષની ઉંમરે હજુ પણ સિંગલ છે. આ વાતનો ખુલાસો કરતાં શિલ્પાએ કહ્યું કે તે હંમેશા પોતાની બહેન માટે યોગ્ય જીવનસાથી શોધતી રહે છે. તેણે કહ્યું, "જ્યારે પણ મને કોઈ સારો છોકરો દેખાય છે, ત્યારે હું સૌથી પહેલા તેને પૂછું છું કે 'શું તમે સિંગલ છો?' હું આ એટલા માટે પૂછું છું જેથી હું શમિતા માટે કોઈ સારો પાર્ટનર શોધી શકું."

શિલ્પાએ સંભળાવ્યો કિસ્સો (Shilpa Shetty)

શિલ્પાએ હસતાં હસતાં એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો કે ઘણીવાર લોકો વિચારે છે કે તે પોતે પરણેલી હોવા છતાં આવું કેમ પૂછે છે. ત્યારે તેને સ્પષ્ટતા કરવી પડે છે કે તે પોતાના માટે નહીં, પણ પોતાની બહેન માટે પૂછી રહી છે. શિલ્પાએ ઘણીવાર શમિતાને લગ્ન કરી લેવા માટે પણ કહે છે.

હુમા કુરેશીની ડેટિંગ એપ વાપરવાની સલાહ

શોમાં અન્ય મહેમાન હુમા કુરેશીને સંબોધતા કપિલે મજાકમાં કહ્યું કે, તમે ડેટિંગ એપના માલિક છો અને છતાં સિંગલ છો. આ સાંભળીને શિલ્પાએ તરત જ પોતાની બહેન શમિતાને કહ્યું કે, "શમિતા, તારે સારો પાર્ટનર શોધવા માટે હુમાની ડેટિંગ એપનો ઉપયોગ કરવો જોઈએ." જ્યારે કપિલે શમિતાને પૂછ્યું કે શું તેના પરિવાર તરફથી લગ્ન માટે દબાણ નથી આવતું? ત્યારે શમિતાએ મજાકમાં જવાબ આપ્યો કે હવે પરિવારના સભ્યો પણ કહી કહીને થાકી ગયા છે, એટલે તેમને પણ હવે કોઈ અસર થતી નથી. આ એપિસોડમાં બંને બહેનોની મજાક અને પ્રેમ દર્શકોને ખૂબ મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

આ પણ વાંચો: Railway Round Trip Package: તહેવારોમાં રેલવે ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મેળવશો લાભ?

Next Article