Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Shraddha Kapoor Marriage: શું 2026 માં શ્રદ્ધા કપૂર બનશે દુલ્હન? જાણો વાયરલ પોસ્ટનું સત્ય

બોલિવૂડની 'બબલી' ગર્લ શ્રદ્ધા કપૂર તેની પ્રોફેશનલ લાઈફની સાથે હવે પર્સનલ લાઈફને લઈને પણ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. રાહુલ મોદી સાથેના તેના સંબંધોની ચર્ચા વચ્ચે એક ચાહકે સોશિયલ મીડિયા પર તેને લગ્ન વિશે એવો સવાલ પૂછ્યો કે શ્રદ્ધાએ પણ જડબાતોડ અને રમૂજી જવાબ આપવો પડ્યો. શું આ મજાક પાછળ કોઈ મોટો સંકેત છુપાયેલો છે? જાણો આ વાયરલ થયેલા સંવાદની પૂરી હકીકત.
shraddha kapoor marriage  શું 2026 માં શ્રદ્ધા કપૂર બનશે દુલ્હન  જાણો વાયરલ પોસ્ટનું સત્ય
Advertisement
  • લગ્નના સવાલ પર શ્રદ્ધા કપૂરનો જોરદાર વળતો પ્રહાર (Shraddha Kapoor Marriage)
  • ઈન્સ્ટાગ્રામ પર ફેને પૂછ્યું - "લગ્ન ક્યારે કરશો?"
  • શ્રદ્ધાએ આપ્યો મજેદાર જવાબ - "કરીશ તો 'વિવાહ' કરીશ"
  • લાંબા સમયથી રાહુલ મોદીને ડેટ કરી રહી છે એક્ટ્રેસ
  • વર્ષ 2026માં લગ્ન થવાની ચાહકોમાં પ્રબળ અટકળો

Shraddha Kapoor Marriage : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર તેની પર્સનલ લાઈફને લઈને જોરદાર ચર્ચામાં છે. ખાસ કરીને રાહુલ મોદી સાથેના તેના સંબંધો અને લગ્નની અટકળોએ જોર પકડ્યું છે. તાજેતરમાં શ્રદ્ધાએ લગ્ન અંગે પૂછાયેલા સવાલનો જે અંદાજમાં જવાબ આપ્યો છે, તે જાણીને તમે પણ તેના ફેન બની જશો.

શ્રદ્ધા કપૂરે લગ્ન પર મૌન તોડ્યું

'સ્ત્રી' ફેમ શ્રદ્ધા કપૂર તેના રમૂજી અંદાજ અને હ્યુમર માટે જાણીતી છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની જ્વેલરી બ્રાન્ડના પ્રમોશન માટે એક વીડિયો શેર કર્યો હતો. આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એક ઉત્સુક ચાહકે સીધો સવાલ પૂછી નાખ્યો કે, "શ્રદ્ધાજી, તમે લગ્ન ક્યારે કરશો?" શ્રદ્ધાએ આ સવાલનો અત્યંત રમુજી જવાબ આપતા લખ્યું, "હું કરીશ તો વિવાહ કરીશ." શ્રદ્ધાના આ ડબલ મિનિંગ અને ફની જવાબે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

Advertisement

Advertisement

કોણ છે રાહુલ મોદી?

શ્રદ્ધા કપૂરનું નામ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ રાઈટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર રાહુલ મોદી સાથે જોડાઈ રહ્યું છે. રાહુલે 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રદ્ધા અને રાહુલની મુલાકાત 'તુ જૂઠી મેં મક્કાર'ના સેટ પર થઈ હતી. ત્યારથી બંને ઘણી વખત વેકેશન અને પબ્લિક ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે.

Shraddha Kapoor Wedding

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો જવાબ

શ્રદ્ધા કપૂરની આ સ્ટાઈલ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે, શ્રદ્ધાએ હજુ સુધી તેના સંબંધો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ચાહકો એવી અટકળો લગાવી રહ્યા છે કે વર્ષ 2026માં શ્રદ્ધા અને રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. હાલ તો શ્રદ્ધાનો આ 'વિવાહ' વાળો જવાબ ઈન્ટરનેટ પર છવાયેલો છે.

આ પણ વાંચો : હાર્દિક અને માહિકા શર્માનો રોમેન્ટિક અંદાજ, બિગ બી પણ જોતા રહી ગયા!, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×