Bigg Boss ના ઘરમાં એકલી પડી Shrutika? પતિ અર્જુને ઈમોશનલ પોસ્ટ શેર કરી..
- શ્રુતિકા અર્જુન બિગ બોસ 18 માં એકલી પડી ગઈ?
- શ્રુતિકાની એકલતાથી પતિ અર્જુન ચિંતિત
- શ્રુતિકા બિગ બોસ 18માં એકલી પડી?
- અર્જુનની શ્રુતિકા માટે ઇમોશનલ પોસ્ટ વાયરલ
Bigg Biss 18 ને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રિયાલીટી શો માં શ્રુતિકા અર્જુન (Shrutika Arjun) ના અંદાજને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેણે આ શો ના પહેલા દિવસથી જ દર્શકોનું દિલ જીતી લીધું છે. બિગ બોસના ઘરમાં હાલમાં બે ગ્રુપ જોવા મળી રહ્યા છે જેમા ગ્રુપ વિવયન ડીસેના અને બીજુ ગ્રુપ કરણવીર મેહરાનું જોવા મળી રહ્યું છે, જેમા શ્રુતિકા કરણવીર મેહરાના ગ્રુપમાં જોવા મળે છે. પણ તાજેતરમાં કઇંક એવું બન્યું છે જેણે શ્રુતિકાને એકલી કરી દીધી છે.
શ્રુતિકા BB માં એકલી પડી?
રિયાલીટી શો Bigg Boss 18 માં આ વખતે એકથી એક સારા કન્ટેસ્ટન્ટ આવ્યા છે જે દર્શકોના દિલ જીતી રહ્યા છે, જેમા એક શ્રુતિકા (Shrutika)પણ છે. જોકે, તાજેતરમાં તે કરણ વીર મેહરા અને ચૂમ ડરંગ સાથેના અણબનાવ પછી એકલતા અનુભવી રહી છે. શ્રુતિકાને આટલી અલગ જોઈને તેના પતિનું દિલ તૂટી ગયું છે. તેણે શ્રુતિકાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે બેડ પર એકલી બેઠેલી જોવા મળી રહી છે. તેણે કહ્યું કે તે શ્રુતિકાને જલ્દી મળવા અને તેને લાડ કરવા માંગે છે. ફોટોમાં તમે જોશો કે શ્રુતિકા (Shrutika) એકલી બેઠી છે અને શિલ્પા શિરોડકર, કરણ વીર મેહરા અને ચૂમ દરંગ એકસાથે બેસીને વાતો કરી રહ્યા છે. ફોટો શેર કરતા અર્જુને લખ્યું, શ્રુ તેને આવી રીતે જોતા દિલ દુખે છે... બેબી તને લાડ કરવા માટે આતુર છું. હું હંમેશા તમારી સાથે છું.
લોકોની પ્રતિક્રિયા
અર્જુનની આ પોસ્ટ પર ફેન્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈએ કોમેન્ટ કરી કે શ્રુતિકા ખૂબ જ મજબૂત છે. તમારે તેમના વિશે ચિંતા કરવાની જરૂર નથી. કોઈએ લખ્યું કે તમે તમારી પોતાને મજબૂત રાખો, શ્રુતિકા બધું સંભાળી લેશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ શ્રુતિકાએ કરણ અને ચૂમ સામે ફરિયાદ કરી હતી કે તેઓ શિલ્પા શિરોડકરના વર્તન પર શ્રુતિકાને બિલકુલ સપોર્ટ કરતા નથી. જ્યારે તેણી ચૂમને ફરિયાદ કરે છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. શ્રુતિકા કહે છે કે તમને અને કરણને શો જોવાની મજા આવે છે. તે કરણને કહે છે કે હવે મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતા.
કોણ છે શ્રુતિકા અર્જુન?
શ્રુતિકા અર્જુન ચેન્નાઈની રહેવાસી છે અને તેણે તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ બે વર્ષ સુધી અભિનય કર્યા પછી, તેણે તેની અભિનય કારકિર્દીને અલવિદા કહ્યું કારણ કે તેની 4 ફિલ્મો રિલીઝ થઈ હતી અને ચારેય ફ્લોપ રહી હતી. તે બિગ બોસ 18માં પણ આ વાત ગર્વથી કહેતી જોવા મળે છે. શ્રુતિકાની પહેલી ફિલ્મ 2002માં આવી હતી જ્યારે તે 16 વર્ષની હતી. ફિલ્મનું નામ શ્રી હતું અને તેમાં તે સૂર્યા સાથે જોવા મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ શ્રુતિકાની 10માની પરીક્ષા શરૂ થવાના થોડા દિવસો પહેલા શરૂ થઈ ગયું હતું. આ પછી તે આલ્બમ, નલ દમયંતી મલાતી તિથિકુડે જેવી ફિલ્મોમાં જોવા મળી. પરંતુ 2003માં અભિનય કારકિર્દીને અલવિદા કહી દીધું.
જોકે, તેણે 2022 માં ફરીથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. 2022 માં, તેણીએ કુકુ વીદ કોમાલી સીઝન 3 માં ભાગ લીધો હતો અને તે વિજેતા પણ રહી હતી. આ એક કોમેડી કુકિંગ શો હતો. શ્રુતિકાનો પતિ અર્જુન એક બિઝનેસમેન છે અને તેમને એક પુત્રી પણ છે. શ્રુતિકા પાસે આયુર્વેદ બ્રાન્ડ પણ છે. હવે જોવાનું એ છે કે બિગ બોસ 18માં તે પોતાની મનમોહક અદાઓથી લોકોનું દિલ અને ટ્રોફીને જીતી શકે છે.
આ પણ વાંચો: Bigg Boss 18 માં લાગશે ગ્લેમરનો તડકો? મેકર્સ વધુ એક વાઈલ્ડ કાર્ડ લાવવાની કરી રહ્યા છે તૈયારી!