Sikandar : સિકંદર ફિલ્મનું ત્રીજું ગીત રિલીઝ કરવામાં આવ્યું, સલમાન અને રશ્મિકાની ધાંસુ કેમેસ્ટ્રી જોવા મળી
- સિકંદર ફિલ્મનું ત્રીજું ગીત સિકંદર નાચે ગીત રિલીઝ થયું
- ગીતમાં જોવા મળી સલમાન અને રશ્મિકાની ધાંસુ કેમેસ્ટ્રી
- 500 તુર્કી બેકગ્રાઉન્ડ ડાન્સર્સની જમાવટ
- અહમદ ખાનની કોરિયોગ્રાફીની થઈ રહી છે પ્રશંસા
સિકંદર ફિલ્મનું નવું ગીત સિકંદર નાચે રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન અને રશ્મિકા મંદાના સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ગીતમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને બહુ પસંદ આવી રહી છે. બંને સ્ટાર્સે ડાન્સ મૂવ્સ પણ ધાંસુ કર્યા છે. આ ગીતમાં સલમાન ખાનનો સ્વેગ અને ડાન્સ મૂવ્સ ધૂમ મચાવી રહ્યા છે. સલમાન ખાને ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામમાં આ ગીતનો વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું છે સિકંદર નાચે આઉટ. સિકંદર નાચે ગીતમાં રશ્મિકાની એનર્જી અને ગ્રેસ ઉડીને આંખે વળગે છે.
200 કરોડના ખર્ચે બની છે ફિલ્મ
સિકંદર ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. જ્યારે આર. મુર્ગાદોસે આ ફિલ્મને ડીરેક્ટ કરી છે. મુર્ગાદોસે અગાઉ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ગજની ડીરેક્ટ કરી છે. ગજની જેવો જાદૂ સિકંદર ફિલ્મ સર્જી કરી શકે તે માટે કોઈ કસર છોડવામાં નથી આવી. ફિલ્મમાં ધાંસુ એકશન સીન છે. માત્ર એક જ ગીત માટે 500 તુર્કી બેકગ્રાઉન્ડ ડાન્સર્સને સામેલ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના જેવા સ્ટાર્સ ઉપરાંત કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી અને પ્રતિક બબ્બરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને કુલ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ J & K: માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવા પહોંચેલ ઓરીએ કર્યુ દારુનુ સેવન, જમ્મુમાં નોંધાઈ ફરિયાદ
500 તુર્કી બેકગ્રાઉન્ડ ડાન્સર્સની જમાવટ
સલમાન ખાનની મોસ્ટ અવેટેડ અને ઈદના દિવસે રિલીઝ થઈ રહેલ સિકંદર ફિલ્મના નવા ગીત સિકંદર નાચેના ગાયકો અમિત મિશ્રા, અકાસા અને સિદ્ધાંત મિશ્રાએ ગાયું છે. આ ગીતને કોરિયોગ્રાફર અહમદ ખાને કોરિયોગ્રાફ કર્યુ છે. આ ગીતમાં ખાસ 500 તુર્કી બેક ગ્રાઉન્ડ ડાન્સર્સને પણ ફિલ્માવવામાં આવ્યા છે. આ 500 ડાન્સર્સની એનર્જી અને વાઈબ્સ ગીતને ખાસ બનાવે છે. ઈદના દિવસે રિલીઝ થનાર સિકંદર ફિલ્મ જ્યારથી બનવાની શરૂ થઈ ત્યારથી જ હેડલાઈન્સમાં ચમકતી રહી છે. સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મનું ઘણું બઝિંગ જોવા મળે છે.
આ પણ વાંચોઃ A.R.Rehman: સાયરા બાનોએ કરી અપીલ: મને એક્સ વાઈફ કહેશો નહીં