Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sikandar Twitter Review: સલમાનની સિકંદરને ફર્સ્ટ ડે પર મળ્યા કેવા રિવ્યૂઝ ???

Salman Khanની મચ અવેટેડ ફિલ્મ Sikandar રિલીઝ થઈ ગઈ છે. આખરે....ભાઈજાનના ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. સોશિયલ મીડિયામાં સિકંદર ફિલ્મના રિવ્યૂઝ Viral થઈ રહ્યા છે.
sikandar twitter review  સલમાનની સિકંદરને ફર્સ્ટ ડે પર મળ્યા કેવા રિવ્યૂઝ
Advertisement
  • ફર્સ્ટ ડે પર સિકંદર ફિલ્મ જોઈને ફેન્સ સાતમા આસમાને
  • ભાઈજાનની ધાંસુ એન્ટ્રીથી દર્શકો મંત્રમુગ્ધ
  • કેટલાક દર્શકોએ ફિલ્મની લંબાઈને લઈ સવાલ કર્યા

Ahmedabad: આજે 30મી માર્ચે સલમાન ખાનના ફેન્સનો લાંબા સમયનો ઈંતેજાર પૂર્ણ થયો છે. Salman Khanની મચ અવેટેડ ફિલ્મ Sikandar રિલીઝ થઈ ગઈ છે. ફર્સ્ટ ડે ફિલ્મ જોયા બાદ ફેન્સ રિવ્યૂઝ સોશિયલ મીડિયા પર ફેન્સ શેર કરી રહ્યા છે. માઈક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર)ના રિવ્યૂઝની વાત કરવામાં આવે તો આ ફિલ્મને મોટા ભાગના દર્શકોએ વખાણી છે.

ધમાકેદાર એકશન...ધારદાર સ્ટોરીલાઈન

રશ્મિકા દિલ્હી ફેન્સ નામના પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક છોકરી સલમાનની ફિલ્મ વિશે વાત કરતી જોવા મળે છે. તે છોકરી કહે છે કે સલમાન ખાનની ફિલ્મ ખૂબ સારી છે, કૃપા કરીને બધા તેને જુઓ. તમારે તેને એકવાર જોવી જ જોઈએ. એક્શન ધમાકેદાર છે. જ્યારે છોકરીને ફિલ્મની સ્ટોરીલાઈન વિશે પ્રશ્ન કરવામાં આવે છે, ત્યારે તે કહે છે, હું રડી રહી છું. એકંદરે, સલમાન ખાનની આ ફિલ્મ મોટાભાગના લોકોને પસંદ આવી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Swati Sachdeva Controversial Joke : 'શરમજનક!' આવી સ્ત્રીઓ..., રણવીર પછી હવે સ્વાતિ સચદેવાએ પોતાની જ માતા પર અશ્લીલ કોમેડી કરી

ભાઈજાનની પાગલ કરી દે તેવી એન્ટ્રી

@Only_4Salman નામના એક યુઝરે થિયેટરનો વીડિયો શેર કર્યો. વીડિયોનો કેપ્શનમાં લખ્યું છે કે, વ્હિસલર, તાળીઓનો ગડગડાટ. ફુલ પૈસા વસૂલ ભાઈની એન્ટ્રી, લોકો ભાઈની ફિલ્મ જોઈને પાગલ થઈ ગયા. @akumar92 નામના યુઝરે લખ્યું - ભાઈની આ ફિલ્મે તેની પાછલી ફિલ્મને પાછળ છોડી દીધી છે. તે એન્ટ્રી જ પાગલ કરી દે તેવી છે. તેમાં એકશન છે અને ગીતો પણ શાનદાર છે. ઘણા દર્શકોને સલમાન ખાનની એન્ટ્રી ગમી છે.

કેટલાક રિવ્યૂઝ નકારાત્મક પણ છે

જ્યાં એક તરફ મોટાભાગના દર્શકો સલમાન ખાનની ફિલ્મને પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક દર્શકોએ આ ફિલ્મને માથાનો દુખાવો ગણાવી છે. એક યુઝરે કહ્યું કે, હું વિચારી રહ્યો હતો કે ફિલ્મ ક્યારે પૂરી થશે. બીજા દર્શકે કહ્યું કે, સલમાન ખાનનો રોલ સારો નથી. @itxcheemrag નામના યુઝરએ આ વીડિયો શેર કર્યો છે, અને તે વીડિયો પર ટિપ્પણી કરીને ધણા યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો જૂનો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમીક્ષા સલમાન ખાનની કોઈ બીજી ફિલ્મની છે. જોકે, @itxcheemrag એ સિકંદર રિવ્યૂ કેપ્શન સાથે વિડીયો શેર કર્યો છે.

આ પણ વાંચોઃ  Bigg Boss : રૂબીના દિલૈક સામે રજત દલાલ અને આસીમ રિયાઝ વચ્ચે ઝઘડો, શિખર ધવન બચાવમાં આવ્યા, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×