ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાયક અને રેપર Yo Yo Honey Singh ને થઇ શકે છે જેલ, જાણો કોણે કરી ધરપકડની માંગ

લોકપ્રિય ગાયક અને રેપર Yo Yo Honey Singh આ નામથી આજે લગભગ બધા જ પરિચીત હશે. હની સિંહ પોતાના દમદાર ગીતો અને તેના અંગત જીવનને લઇને હેડલાઈન્સમાં બની રહે છે. તાજેતરમાં હની સિંહ તેના નવીનતમ મ્યુઝિક આલ્બમ માટે ચર્ચામાં છે....
12:25 PM Apr 20, 2023 IST | Hardik Shah
લોકપ્રિય ગાયક અને રેપર Yo Yo Honey Singh આ નામથી આજે લગભગ બધા જ પરિચીત હશે. હની સિંહ પોતાના દમદાર ગીતો અને તેના અંગત જીવનને લઇને હેડલાઈન્સમાં બની રહે છે. તાજેતરમાં હની સિંહ તેના નવીનતમ મ્યુઝિક આલ્બમ માટે ચર્ચામાં છે....

લોકપ્રિય ગાયક અને રેપર Yo Yo Honey Singh આ નામથી આજે લગભગ બધા જ પરિચીત હશે. હની સિંહ પોતાના દમદાર ગીતો અને તેના અંગત જીવનને લઇને હેડલાઈન્સમાં બની રહે છે. તાજેતરમાં હની સિંહ તેના નવીનતમ મ્યુઝિક આલ્બમ માટે ચર્ચામાં છે. આ ઉપરાંત હની સિંહ વિરુદ્ધ અપહરણ અને મારપીટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિવેક રમન નામના વ્યક્તિએ યો યો હની સિંહ વિરુદ્ધ મુંબઈના BKC પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

Yo Yo Honey Singh વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ

હની સિંહ પોતાના દમદાર ગીતોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તેના  અંગત જીવનની વાત કરીએ તો તે વિવાદિત રહ્યું છે. હની સિંહ 3.0 ને લઈને આજકાલ ઘણો ચર્ચામાં છે. આ દરમિયાન યો યો હની સિંહ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવેક રમન નામના વ્યક્તિએ યો યો હની સિંહ વિરુદ્ધ મુંબઈના BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને યો યો હની સિંહ પર હુમલા જેવા ગંભીર આરોપો લાગી રહ્યા છે. જણાવી દઇએ કે, હાલમાં હની સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વિગતે જણાવીએ તો, ઇવેન્ટ કંપનીના માલિક વિવેક રમણે યો યો હની સિંહના ફેસ્ટિવના કાર્યક્રમનું આયોજન BKC, મુંબઈ ખાતે કર્યું હતું. આ કાર્યક્રમ 15 એપ્રિલે હતો, જેમાં વિવેકે પૈસાની લેવડદેવડમાં ગરબડને કારણે કાર્યક્રમ કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. આનાથી ગુસ્સે થઈને હની સિંહ અને તેના સાથીઓએ વિવેકનું અપહરણ કર્યું અને તેને મુંબઈના સહર સ્થિત હોટલમાં બંધક બનાવીને રાખ્યો, જ્યાં તેની મારામારી કરવામાં આવી હતી. વિવેકે પોતાની ફરિયાદમાં યો યો હની સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે અને તેમની ધરપકડની માંગ કરી છે.

હની સિંહની મુશ્કેલીઓમાં થઇ શકે છે વધારો

લગભગ બે વર્ષ સુધી લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ હની સિંહ ફરી એકવાર મનોરંજનની દુનિયામાં પાછો ફર્યો છે અને આ વખતે પણ લોકોએ તેના પર પ્રેમનો વરસાદ શરૂ કરી દીધો છે. બ્રેક બાદ રિલીઝ થયેલા હની સિંહના ગીતો દર્શકોને પસંદ આવી રહ્યા છે. હાલમાં જ સિંગર અને રેપર યો યો હની સિંહનું લેટેસ્ટ આલ્બમ 'હની 3.0' રિલીઝ થયું છે. આ સિવાય આવતીકાલે એટલે કે 21 એપ્રિલે રિલીઝ થઈ રહેલી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ હની સિંહનું ગીત છે. જેમાં સલમાન ખાન સાઉથ ઈન્ડિયન લુકમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.  જણાવી દઈએ કે, આ દિવસોમાં હની સિંહ તેના આલ્બમ 3.0ને લઈને ઘણી હેડલાઈન્સમાં ભલે હોય, પરંતુ રવિ રમને હની સિંહ પર લગાવેલા ગંભીર આરોપો બાદ રેપર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી કે જો આ મામલામાં કોઈ સત્ય હોય તો. લાંબા સમય બાદ સંગીતમાં કમબેક કરી રહેલો હની સિંહ ફરી વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી શકે છે અને તેના આગામી ગીતને લઈને પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો - રાખીને મળી ધમકી, સલમાન ખાનને તો તેના જ ઘરની બહાર મારી નાખીશું, જો તું તેની સાથે બોલીશ તો તને પણ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Bollywoodhoney singhyo yo honey singh
Next Article