Badshah Controversy : સિંગર નિકિતા ગાંધીએ રેપરને ટાર્ગેટ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ; VIDEO
- બાદશાહ વિવાદ: નિકિતા ગાંધી રેપરના પક્ષમાં!
- રેપર Badshah ને ખોટી રીતે નિશાન બનાવ્યાનો દાવો
- ગીત 'Tatiri' ના લિરિક્સ પર હરિયાણામાં નોંધાઈ હતી FIR
- નિકિતા ગાંધીએ કહ્યું- 'બાદશાહના ગીતને ખોટી રીતે સમજવામાં આવ્યું'
- કલાકારને તેની કળા માટે રાજકારણમાં ન ઘસેડવો જોઈએ: નિકિતા
- ટૂંક સમયમાં રિલીઝ થશે ગીત 'ટટીરી' નું સુધારેલું નવું વર્ઝન
Badshah Controversy : ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા રેપર બાદશાહ (Badshah) માટે છેલ્લા કેટલાક સમયથી વિવાદો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યા. તેમના તાજેતરના ગીત 'ટટીરી' (Tatiri Song) ના લિરિક્સને લઈને હરિયાણા સહિત ઉત્તર ભારતમાં ભારે હોબાળો મચ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ ગીતના શબ્દો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. જોકે, હવે આ વિવાદમાં બાદશાહની સહ-કલાકાર અને જાણીતી સિંગર નિકિતા ગાંધી (Nikhita Gandhi) તેમના બચાવમાં મેદાનમાં આવી છે.
View this post on Instagram
Badshah Controversy : કલાકારને રાજકારણમાં ન ઘસેડવો જોઈએ
નિકિતા ગાંધીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન બાદશાહ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, બાદશાહ અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે જોઈને તેમને ઘણું દુઃખ થાય છે. નિકિતાના મતે, ગીતના શબ્દોને લોકોએ ખોટી રીતે સમજ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "બાદશાહ (Badshah) પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેટલા ગંભીર નથી જેટલા લોકો બતાવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા લોકો છે જેઓ ખરેખર વિવાદાસ્પદ કામો કરે છે, પરંતુ માત્ર બાદશાહને ટાર્ગેટ (Target) કરવા તે અન્યાયી છે."
માફી છતાં વિવાદ કેમ?
ઉલ્લેખનીય છે કે વિવાદ વધતા બાદશાહે પોતે સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી હતી અને વિવાદિત ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દીધું હતું. હવે આ ગીતનું નવું વર્ઝન (New Version) ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે. નિકિતા ગાંધીએ ઉમેર્યું કે તે પોતે ક્યારેય રાજકારણમાં પડતી નથી, પરંતુ જ્યારે કોઈ કલાકારની કળાને બદલે તેને વ્યક્તિગત રીતે હેરાન કરવામાં આવે ત્યારે એક સાથી કલાકાર તરીકે અવાજ ઉઠાવવો જરૂરી છે. નિકિતાને આશા છે કે બાદશાહ આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવશે.
આ પણ વાંચો : Akshay Kumar નો પુત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવામાં નીરસ, પિતાએ કર્યો મોટો ખુલાસો


