Smriti Mandhana બાદ વધુ એક જોડે Palash Muchhal એ ચીટિંગ કરી, જાણો વિગતવાર
- પલાશ મુછલનું ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન તુટતા મોટો વિવાદ થયો હતો
- અગાઉનો વિવાદ માંડ શાંત થયો ત્યાં પલાશ વધુ એક વખત વિવાદમાં આવ્યો
- પલાશે ફિલ્મમાં રોકાણ કરાવીને ઊંચુ વળતર આપવાની લાલચે ઠગાઇ આચરી
- સમગ્ર મામલે ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી
Singer Palash Muchhal Cheating Case : ગાયક પલાશ મુછલનું અંગત જીવન છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય રહ્યું છે. સ્મૃતિ મંધાના સાથેના લગ્ન તૂટ્યા બાદ, ગાયક હવે એક ગંભીર આરોપમાં ફસાયો છે (Singer Palash Muchhal Cheating Case). પલાશ મુછલ સામે એક નવો છેતરપિંડીનો કેસ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો ગાયક સામેના આરોપોની ચર્ચા કરી રહ્યા છે અને આ બાબતે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થયા
આ મામલો મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો છે, જ્યાં એક અભિનેતા અને ફિલ્મ નિર્માતાએ પલાશ મુછલ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પલાશ મુછલ પર રૂ. 40 લાખની ઉચાપતનો આરોપ લગાવવામાં આવ્યો છે (Singer Palash Muchhal Cheating Case). સમાચાર એજન્સી અનુસાર, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. જો કે, પલાશ વિશેના આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. વધુમાં, જે લોકો પહેલા તેમના વખાણ કરતા હતા, તેઓ હવે સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી રહ્યા છે.
આ પણ વાંચો ------- 'તારી હરકત ઘટિયા છે...': RJ Mahvash નો ચહલ પર ગુસ્સો, અનફોલો કર્યા બાદ વીડિયો વાયરલ
ફિલ્મમાં રોકાણની ઓફર કરી
અહેવાલ મુજબ, 34 વર્ષીય અભિનેતા અને નિર્માતા વિદ્યાન માનેએ ગુરુવારે સાંગલી પોલીસ સ્ટેશનમાં પલાશ મુછલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. વિદ્યાને ફરિયાદમાં દાવો કર્યો છે કે, તે 5 ડિસેમ્બર, 2023 ના રોજ સાંગલીમાં પલાશને મળ્યો હતો. તે સમયે પલાશે નિર્માતાને તેની આગામી ફિલ્મ, નજરિયામાં રોકાણની ઓફર કરી હતી.
ઉંચો નફો આપવાનો વાયદો
ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પૈસા રોકાણ કર્યા પછી, પલાશે તેને OTT રિલીઝ થયા પછી તેના રૂ. 25 લાખના રોકાણ પર રૂ. 12 લાખનો નફો આપવાનું વચન આપ્યું હતું. વધુમાં, એવો પણ આરોપ છે કે, ગાયક પલાશે ફરિયાદીને સોદાના ભાગ રૂપે ફિલ્મમાં ભૂમિકા આપવાની પણ ઓફર કરી હતી.
પૈસા અંગે કોઇ જવાબ ના આપ્યો
પોલીસ ફરિયાદ મુજબ, શરૂઆતની મુલાકાત પછી, પલાશ અને વિદ્યાન 2023 થી 2025 ની વચ્ચે પ્રોજેક્ટ અંગે ઘણી વખત મળ્યા હતા. બાદમાં, જ્યારે પલાશે રિફંડ માંગ્યું ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. આ પછી, ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. પલાશ મુછલે હજુ સુધી આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી.
આ પણ વાંચો ------- Anupam Kher Sikandar Kher Viral Video : અનુપમ ખેરને તેમના દીકરાએ માર્યો થપ્પડ!


