સિંગર Sunidhi Chauhan અને Sanya Malhotra ની જોડીએ સ્ટેજ પર કામણ પાથર્યા
સુનિધિએ સાન્યાને તેના હિટ ગીત "આંખ" રજૂ કરવા આમંત્રણ આપ્યું હતું. ઓનલાઈન વાયરલ થયેલા વીડિયોમાં, સાન્યા વાદળી ડ્રેસમાં જોવા મળે છે, જ્યારે સુનિધિએ આકર્ષક જાંબલી પોશાક પસંદ કર્યો છે. બંનેએ સ્ટેજ પર જુગલબંધી સાથે ડાન્સ કર્યો, અને તેને પ્રેક્ષકો તરફથી તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યો હતો.
Advertisement
- સિંગર સુનિધિ ચૌહાણ તેના સોંગ અને ડાન્સના કારણે ચર્ચામાં રહે છે
- તાજેતરમાં દિલ્હીમાં સુનિધિ ચૌહાણને કોન્સર્ટ યોજાયો હતો
- સ્ટેજ પર સાન્યા મલ્હોત્રાની સાથે મળીને દમદાર પરફોર્મન્સ આપ્યું
Sunidhi Chauhan And Sanya Malhotra Share Stage : ગાયિકા સુનિધિ ચૌહાણના "આઈ એમ હોમ ઈન્ડિયા ટૂર" દરમિયાન દિલ્હીમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રાઅ અચાનક સ્ટેજ પર એન્ટ્રી લઇને રાતને યાદગાર બનાવી દીધી હતી. બંનેનું પરફોર્મન્સ તરત જ કોન્સર્ટની સૌથી ચર્ચિત ક્ષણોમાંનું એક બની ગયું હતું, અને તેના વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તાજેતરમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત આ કોન્સર્ટમાં મોટી ભીડ જોવા મળી હતી, અને સુનિધિએ તેના ઘણા હિટ ગીતો રજૂ કર્યા હતા. જો કે, સ્ટેજ પર સાન્યાની એન્ટ્રીએ લોકોનું ધ્યાન તેના તરફ ખેંચી લીધું હતું.

