Smriti Irani : રાજનીતિ છોડી 15 વર્ષ બાદ આ ટીવી સિરિયલમાં જોવા મળશે!
- Smriti Irani લોકપ્રિય ટીવી શોમાં પુનરાગમન કરશે
- Smriti Irani ખૂબ જ સફળ અને પ્રખ્યાત અભિનેત્રી
- શોમાં બે નવા પાત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
smriti irani comeback : TV Serial Anupamaa એ હાલમાં સૌથી વધુ લોકપ્રિય સાબિત થઈ રહ્યો છે. જોકે Anupamaa શોએ તેની શરૂઆતથી ભારતીય ટીવી ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. તે ઉપરાંત Anupamaa ટીવી સિરિયલના તમામ સ્ટાર અને કિરદાર પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. ત્યારે Anupamaa ટીવી શોમાં નવા કલાકારોની એન્ટ્રી થવાની છે. તેની સાથે Anupamaa ટીવી શોમાં અનેક ખુલાસાઓ પણ થવાના છે.
Smriti Irani લોકપ્રિય ટીવી શોમાં પુનરાગમન કરશે
Anupamaa ટીવી સિરિયલનો એક નવો પ્રોમો રિલીઝ કરાયો છે. જોકે છેલ્લા અનેક દિવસોથી આ શો વિશે બીજી અફવા ચાલી રહી હતી કે, રાજનેતા અને અભિનેત્રી Smriti Irani પણ આ શોમાં જોવા મળશે. ત્યારે, હવે Smriti Irani એ પોતે આ અફવા અંગે માહિતી આપી છે. જોકે રાજકારણમાં પ્રવેશતા પહેલા Smriti Irani પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી હતી. તેણે લોકપ્રિય ટીવી શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.
આ પણ વાંચો: રામ ગોપાલે લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેનો તફાવત જણાવ્યો
#SmritiIrani, a well-known actress in the television industry, who is popular for her role as Tulsi Virani in the hit serial, Kyunki Saas Bhi Kabhi Bahu Thi, is reportedly making her television comeback. She will be joining the cast of #Anupamaa, which stars #RupaliGanguly in the… pic.twitter.com/5K1m0j7tfM
— PeepingMoon (@PeepingMoon) October 15, 2024
Smriti Irani ખૂબ જ સફળ અને પ્રખ્યાત અભિનેત્રી
તો છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ વેગ પકડી રહી હતી કે Smriti Irani લોકપ્રિય ટીવી શો Anupamaa સાથે પુનરાગમન કરવા જઈ રહી છે. જોકે, આ અફવા ખોટી સાબિત થઈ છે. નેતા Smriti Irani એ પોતે પરત ફરવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા આ માહિતી આપી છે. જોકે Smriti Irani પોતાના સમયની ખૂબ જ સફળ અને પ્રખ્યાત અભિનેત્રી રહી છે. ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કવિતા, કુછ દિલ સે, તીન બહુરાનિયા અને યે હૈ જલવા વગેરે હિટ ટીવી શોમાં કામ કર્યું છે.
શોમાં બે નવા પાત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
Anupamaa વિશે વાત કરીએ તો, તે હાલમાં ટેલિવિઝન પર સૌથી વધુ TRP હાંસલ કરનાર શો છે. તાજેતરમાં જ આ શોએ 15 વર્ષનો લીપ લીધો છે. Anupamaa ટીવી શોએ બંગાળી ટીવી શો શ્રીમોઈ ઉપર આધારિત છે. ડાયરેક્ટર કટ પ્રોડક્શનના બેનર હેઠળ રાજન શાહી અને દીપા શાહી દ્વારા નિર્મિત, સિરિયલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થાય છે. તાજેતરમાં, શોનો નવો પ્રોમો રિલીઝ કરીને, શોમાં બે નવા પાત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અલીશા પરવીન અને શિવમ ખજુરિયાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Entertainment: રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મના મેકર્સે માંગવી પડી માફી? જાણો કારણ