સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન મંડપ સુધી પહોંચીને કેમ અટકી ગયા? જાણો તે રાત્રિના અજાણ્યા રહસ્યો
- સાંગલીમાં છેલ્લી ઘડીએ લગ્ન રદ થવાનું રહસ્ય હજુ અકબંધ (Palash Smriti wedding controversy)
- "પલાશનો પક્ષ પણ સાંભળવો જોઈએ": નંદીશ સંધુનો દાવો
- સ્મૃતિએ મહેમાનોને પિતાની તબિયત બગડ્યાનું કારણ આપ્યું હતું
- સોશિયલ મીડિયા પર દગાના આરોપો, પણ કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં
- શું ખરેખર પિતાની બીમારી કારણ હતી કે બીજું કંઈ? અનેક સવાલો
Palash Smriti wedding controversy : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને સિંગર પલાશ મુચ્છલ (Palash Muchhal) ના લગ્ન નવેમ્બર 2025 માં મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા. મહેમાનો આવી ગયા હતા અને શરણાઈઓ ગુંજવાની તૈયારીમાં હતી, પરંતુ છેલ્લી ઘડીએ કંઈક એવું બન્યું કે લગ્ન રદ કરવા પડ્યા. શરૂઆતમાં પિતાની તબિયત ખરાબ હોવાનું કારણ આગળ ધરાયું હતું, પરંતુ ટૂંક સમયમાં જ સ્મૃતિએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કરી દીધું કે આ લગ્ન હવે ક્યારેય નહીં થાય. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર પલાશ મુચ્છલ દ્વારા દગો (Infidelity Allegations) અપાયો હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું.
Actor Nandish Sandhu breaks silence on Palash Muchhal-Smriti Mandhana's marriage breakup
Actor Nandish Sandhu has responded to the postponement of Palash Muchhal and Smriti Mandhana wedding. Nandish spoke in a measured and balanced manner. He clearly stated that he… pic.twitter.com/Tj5IoV9vap
— सौरभ मिश्र (@Saurabh89851634) February 5, 2026
Palash Smriti wedding controversy : નંદીશ સંધુનો મોટો ખુલાસો
આ હાઈ-પ્રોફાઈલ લગ્ન જ્યારે તૂટ્યા ત્યારે અભિનેતા નંદીશ સંધુ (Nandish Sandhu) પણ સાંગલીમાં હાજર હતા. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે તે રાત્રિના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. નંદીશે જણાવ્યું કે, "જ્યારે હું લગ્નમાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે પ્રસંગ ટાળી દેવામાં આવ્યો છે. સ્મૃતિએ ત્યારે બધાને જણાવ્યું હતું કે તેના પિતાની તબિયત અચાનક લથડી છે." જોકે, બાદમાં મીડિયામાં જે રીતે છેતરપિંડીના આરોપો લાગ્યા તેનાથી નંદીશ પણ દુઃખી થયા હતા. તેમણે ભાવુક થઈને ઉમેર્યું કે, "મેં વર્ષો સુધી તેમનો સાચો પ્રેમ જોયો છે, પલાશને પણ પોતાનો પક્ષ રાખવા દેવો જોઈએ."
દગો મળ્યો કે પિતાની તબિયત હતી કારણ?
આ મામલો હજુ પણ સવાલોના ઘેરામાં છે. જોકે સ્મૃતિ મંધાનાએ ક્યારેય જાહેર મંચ પર પલાશ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો નથી, પરંતુ લગ્ન જે રીતે કાયમ માટે તૂટી ગયા તે કંઈક મોટી ગરબડ હોવાનો ઈશારો કરે છે. નંદીશ સંધુના મતે, તે સમયે જે સ્થિતિ હતી તે ખૂબ જ અજીબ હતી. આ ઘટનાએ ક્રિકેટ અને બોલિવૂડ જગતમાં અનેક ચર્ચાઓ જગાડી છે. સત્ય શું છે તે તો હવે સ્મૃતિ કે પલાશ પોતે જ જણાવી શકે છે.
આ પણ વાંચો : Lifestyle: ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર રહસ્યમય રેખા? સોનમ કપૂરના બેબી બમ્પથી Curiosity!


