J & K: માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવા પહોંચેલ ઓરીએ કર્યુ દારુનુ સેવન, જમ્મુમાં નોંધાઈ ફરિયાદ
બોલિવૂડ સ્ટારનાં મિત્ર ઓરી મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગે છે. તેમની વિરૂદ્ધ જમ્મુના કટારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઓરી પર ડીએમના આદેશોનું ઉલ્લંઘન કરવાનો અને જમ્મુના કટરા સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં તેના મિત્રો સાથે દારૂ પીવાનો આરોપ છે. 5 સ્ટાર હોટલમાં દારૂ પીતા હોવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ઓરી થોડા દિવસો પહેલા તેના 7 મિત્રો સાથે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જમ્મુ ગયો હતો. આ સમય દરમિયાન, તે કટરાની એક ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાયો હતો. જ્યાં તેના પર તેના મિત્રો સાથે દારૂ પીવાનો આરોપ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે 15 માર્ચે સોશિયલ મીડિયા પ્રભાવક વિરુદ્ધ FIR નોંધી છે. હજુ સુધી ઓરી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
મનાઈ હોવા છતાં, ઓરીએ તેના મિત્રો સાથે દારૂ પીધો
ઓરી સાથે તેના 7 મિત્રો દર્શન સિંહ, પાર્થ રૈના, ઋત્વિક સિંહ, રાશિ દત્તા, રક્ષિતા ભોગલ, શગુન કોહલી અને અનાસ્તાસિલા અરઝામાસ્કીના પણ આ કેસમાં સામેલ છે. તે બધાને કહેવામાં આવ્યું હતું કે કુટીર સ્યુટની અંદર દારૂ અને માંસાહારી ખોરાક લેવાની મંજૂરી નથી કારણ કે આવા દિવ્ય માતા વૈષ્ણો દેવી મંદિરમાં આવું કરવું સખત પ્રતિબંધિત છે.ઓરી તેના મિત્રો સાથે બેસીને દારૂ પીતો હતો.
આ પણ વાંચોઃ VADODARA : હિટ એન્ડ રનની ઘટનાથી બોલીવુડ સ્ટાર જ્હાનવી કપૂર ખફા
ગુનેગારોની શોધમાં કટરા પોલીસ વ્યસ્ત
રિયાસીના એસએસપી પરમવીર સિંહે ગુનેગારોને પકડવા કડક સૂચનાઓ આપી છે જેથી ધાર્મિક સ્થળોએ ડ્રગ્સ કે દારૂ જેવી વસ્તુઓને સહન ન કરવાનો દાખલો બેસાડી શકાય. આનાથી સામાન્ય લોકોની લાગણીઓને ઠેસ પહોંચે છે અને દેશના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને શ્રદ્ધાળુ લોકોની લાગણીઓને માન ન આપતા ગુનેગારોને પકડવા માટે એસપી કટરા, ડીએસપી કટરા અને એસએચઓ કટરાની દેખરેખ હેઠળ એક ટીમ પણ બનાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ A. R. Rahman ની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા