Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Son of Sardaar 2 : અજય દેવગણે 2 ટેન્ક પર પોઝ આપ્યો, ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરાયું

અજય દેવગણ (Ajay Devgan) ની મચઅવેટેડ ફિલ્મ Son of Sardaar 2 નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અજય દેવગણ 2 ટેન્ક પર પોઝ આપતો દેખાય છે. વાંચો વિગતવાર.
son of sardaar 2   અજય દેવગણે 2 ટેન્ક પર પોઝ આપ્યો  ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરાયું
Advertisement
  • Son of Sardaar 2 નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરાયુ
  • 25 જુલાઈ 2025ના રોજ થીયેટરમાં જોવા મળશે Son of Sardaar 2
  • તાજેતરમાં મૃત્યુ પામેલ અભિનેતા મુકુલ દેવે પણ સીકવલમાં કર્યો છે અભિનય

Son of Sardaar 2 : વર્ષ 2012માં અજય દેવગણ (Ajay Devgan) સ્ટારર ફિલ્મ Son of Sardaar રિલીઝ થઈ હતી. હવે 13 વર્ષ બાદ આ ફિલ્મની સીકવલ Son of Sardaar 2 રિલીઝ થવાની છે. સીકવલ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં અજય દેવગણ 2 ટેન્ક પર ઊભેલો જોવા મળી રહ્યો છે. અજય દેવગણે પહેલા પાર્ટ Son of Sardaar માં 2 ઘોડા પર ઊભા રહીને પોઝ આપ્યો હતો.

25 જુલાઈ 2025 ના રોજ થશે રિલીઝ

અજય દેવગણ બોલિવૂડનો ફ્રેન્ચાઈઝ સુપરસ્ટાર ગણાય છે. તેની દ્રશ્યમ, ગોલમાલ, સિંઘમ, રેડ વગેરે ફ્રેન્ચાઈઝ સુપરહીટ રહી છે. આ શ્રેણીમાં હવે તેની વર્ષ 2012ની ફિલ્મ Son of Sardaar સામેલ થવાની છે. તેનું મુખ્ય કારણ એ છે કે, હવે Son of Sardaar ની સીકવલ રિલીઝ થવાની છે. આ સીકવલ રિલીઝ થતા અજય દેવગણના ખાતામાં વધુ એક ફ્રેન્ચાઈઝ સીરિઝ ઉમેરાઈ જશે. Son of Sardaar ની સીકવલ Son of Sardaar 2 આવતા મહિને 25 જુલાઈ 2025ના રોજ થીયેટર્સમાં રિલીઝ થવાની છે.

Advertisement

આ પણ વાંચોઃ Sitaare Zameen Par ફિલ્મને સેન્સબોર્ડે આપી મંજૂરી, આમિર ખાન છેવટ સુધી ન ઝુક્યો

Advertisement

ફેન્સ એક્સાઈટેડ

આજે અજય દેવગણે Son of Sardaar 2 નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ પોસ્ટર રિલીઝ થતા જ અજય દેવગણ (Ajay Devgan) ના ફેન્સ એકસાઈટેડ થઈ ગયા છે. આ ફર્સ્ટ લૂક પોસ્ટરની પોસ્ટ પર ફેન્સ રંગબેરંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે, પહેલા ઘોડા અને હવે ટેન્ક. બીજા ફેને લખ્યું કે, એલ્વિશ યાદવની એન્ટ્રી માટે હું ઉત્સુક છું. ત્રીજા ફેને લખ્યું કે, સ્વ. મુકુલ દેવની ખોટ સાલશે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

Son of Sardaar 2 કાસ્ટ એન્ડ ક્રુ

અજય દેવગણ સ્ટારર Son of Sardaar માં અજય સાથે સંજય દત્ત, સોનાક્ષી સિંહા, જુહી ચાવલા, વિંદુ દારા સિંહ, મુકુલ દેવ જેવા સ્ટાર્સ હતા. બીજા ભાગમાં અજય દેવગણ, સંજય દત્ત, મૃણાલ ઠાકુર, સંજય મિશ્રા, રવિ કિશન, કુબ્રા સૈત, વિંદુ દારા સિંહ અને મુકુલ દેવે અભિનય કર્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિજય કુમાર અરોરાનું છે.

આ પણ વાંચોઃ Kannappa Trailer: પ્રભાસનો રુદ્ર અવતાર બતાવવામાં આવ્યો, અક્ષય કુમારે શિવનો મહિમા બતાવ્યો, કન્નપ્પાના ધમાકેદાર ટ્રેલરનો Video

Tags :
Advertisement

.

×