US-Israel Iran War : દુબઈમાં ફસાઈ 'જન્નત' ગર્લ Sonal Chauhan, PM મોદી પાસે માંગી મદદ
મધ્ય પૂર્વમાં ભભૂકી ઉઠેલી યુદ્ધની આગે હવે બોલિવૂડ સેલેબ્સની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા છે. દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતા એરપોર્ટ પર અચાનક તમામ ગતિવિધિઓ રોકી દેવામાં આવતા એક જાણીતી ભારતીય અભિનેત્રી ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ છે. જીવના જોખમ વચ્ચે તેણે સીધી વડાપ્રધાન પાસે મદદ માંગી છે. આખરે દુબઈમાં એવું તે શું થયું કે તેને સુરક્ષિત વાપસી માટે ગુહાર લગાવવી પડી?
Advertisement
- યુદ્ધના સંકટ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણ! (Sonal Chauhan Dubai)
- ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે દુબઈ એરપોર્ટ બંધ કરાયા
- ફ્લાઈટ્સ રદ થતા 'જન્નત' ગર્લ સોનલ ચૌહાણ એરપોર્ટ પર અટવાઈ
- સોશિયલ મીડિયા પર PM મોદી અને વિદેશ મંત્રાલય પાસે માંગી મદદ
- મિસાઈલ હુમલાની આશંકાએ ફ્લાઈટ ઓપરેશન અનિશ્ચિતકાળ માટે ઠપ્પ
Sonal Chauhan Dubai : અમેરિકા અને ઈઝરાયેલ (USA-Israel) દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ મધ્ય પૂર્વ (Middle East) માં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. આ ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય પરિવહન અને પ્રવાસન પર પડી છે, જેમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ગાયિકા સોનલ ચૌહાણ (Sonal Chauhan) દુબઈમાં ફસાઈ ગઈ છે. દુબઈ એરપોર્ટ પર તમામ કામગીરી અચાનક ઠપ્પ થઈ જતાં તેણે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પાસે સુરક્ષિત રીતે વતન પરત ફરવા માટે મદદની આજીજી કરી છે.

