Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sooraj Barjatya : ‘વિવાહ’ થી ‘યે પ્રેમ મોલ લિયા’ સુધીની સૂરજ બરજાત્યાની દિલધડક સફર

સૂરજ બરજાત્યા 'ધુરંધર' જેવી એક્શન ફિલ્મોના યુગમાં પણ એમની પરમપરા મુજબ સંસ્કારો અને પારિવારિક ફિલ્મો પર અડગ છે. આયુષ્માન ખુરાના સ્ટારર 'યે પ્રેમ મોલ લિયા' Yeh Prem Mol liya અને રાજશ્રી પ્રોડક્શન્સની ખાસ સફર વિશે જાણીશું? 
sooraj barjatya   ‘વિવાહ’ થી ‘યે પ્રેમ મોલ લિયા’ સુધીની સૂરજ બરજાત્યાની દિલધડક સફર
Advertisement

Sooraj Barjatya : સૂરજ બરજાત્યા 'ધુરંધર' જેવી એક્શન ફિલ્મોના યુગમાં પણ એમની પરમપરા મુજબ સંસ્કારો અને પારિવારિક ફિલ્મો પર અડગ છે. આયુષ્માન ખુરાના સ્ટારર 'યે પ્રેમ મોલ લિયા' અને રાજશ્રી પ્રોડક્શન્સની ખાસ સફર વિશે જાણીશું? 

ભારતીય સિનેમામાં જ્યારે હિંસા, બદલો અને એક્શન ફિલ્મોનો દબદબો હતો, ત્યારે ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ (Rajshree Productions) ના બેનર હેઠળ

Advertisement

સૂરજ બરજાત્યાએ મર્યાદા, સંસ્કાર અને સંયુક્ત પરિવારની વાર્તાઓ દ્વારા એક નવો ચીલો ચાતર્યો. 1984 માં ‘મૈંને પ્યાર કિયા’ Maine Pyar Kiya થી શરૂ થયેલી તેમની સફરે સાબિત કર્યું કે બોક્સ ઓફિસ પર સફળ થવા માટે નગ્નતા કે લોહીયાળ જંગની જરૂર નથી, પણ હૃદયસ્પર્શી લાગણીઓ પૂરતી છે. ‘હમ આપકે હૈ કૌન’Hum Aapke Hain Koun..! અને ‘હમ સાથ-સાથ હૈ’ જેવી ફિલ્મોએ ભારતીય લગ્ન પ્રથા અને કૌટુંબિક મૂલ્યોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી. બરજાત્યાની ફિલ્મો એટલે માત્ર મનોરંજન નહીં, પણ એક આખું ‘કલ્ચરલ સેલિબ્રેશન’ બની ગયું.

Advertisement

Sooraj Barjatya :  સૂરજ બરજાત્યાનો ‘ધુરંધર’ જેવી ફિલ્મોના યુગમાં આત્મવિશ્વાસ

તાજેતરમાં એક મુલાકાત દરમિયાન દિગ્ગજ દિગ્દર્શક સૂરજ બરજાત્યાએ પોતાની ફિલ્મી સફર, નિષ્ફળતામાંથી મળેલો બોધ અને આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ વિશે દિલ ખોલીને વાત કરી હતી.

સૂરજ બરજાત્યાએ સ્વીકાર્યું કે 2003 માં આવેલી ફિલ્મ ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ તેમની પહેલી ફ્લોપ ફિલ્મ હતી. તેમણે કહ્યું, "તે સમયે મને લાગ્યું કે હું ક્યાંક ખોવાઈ ગયો છું. પરંતુ દરેક નિષ્ફળતા આપણને ઘણું શીખવે છે. જો તે ફિલ્મ નિષ્ફળ ન ગઈ હોત, તો કદાચ હું ‘વિવાહ’ જેવી શુદ્ધ ફિલ્મ ન બનાવી શક્યો હોત." આ નિષ્ફળતા બાદ તેમણે આત્મનિરીક્ષણ કર્યું કે 21 મી સદીની શહેરી ભાષા અપનાવવાને બદલે, તેમણે પોતાની મૂળભૂત શક્તિ એટલે કે ‘જૂના સંસ્કારો’ પર જ ટકી રહેવું જોઈએ.

Sooraj Barjatya : ફિલ્મ ‘વિવાહ’થી નવી શરૂઆત

૨૦૦૬માં શાહિદ કપૂર અને અમૃતા રાવ સ્ટારર ‘વિવાહ’ એ સૂરજ બરજાત્યાને ફરી પ્રસ્થાપિત કર્યા. તેમણે જણાવ્યું કે આ ફિલ્મે તેમને વિશ્વાસ અપાવ્યો કે લોકો એ જ જોવાનું પસંદ કરે છે જે સાચું અને હૃદયસ્પર્શી હોય.

‘ધુરંધર’ ના જમાનામાં પારિવારિક ફિલ્મોનું ભવિષ્ય

આજના સમયમાં જ્યારે ‘ધુરંધર’ -'Dhurandhar' જેવી હિંસક એક્શન થ્રિલર ફિલ્મોનો યુગ છે, ત્યારે શું ફેમિલી ડ્રામા ચાલશે? આ સવાલના જવાબમાં બરજાત્યાએ પોતાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ (જેમાં આયુષ્માન ખુરાના અને શરવરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે) પર પૂરો ભરોસો જતાવ્યો છે. તેમણે કહ્યું:

"જ્યારે તમે હૃદયથી કંઈક બનાવો છો અને તમારી વાણીમાં તમારો અસલી સૂર હોય છે, ત્યારે પ્રેક્ષકો તેને જરૂરથી માણે છે. ભલે ગમે તેટલો કન્ટેન્ટનો ભરાવો હોય, પણ જે ફિલ્મ સીધી હૃદયમાંથી નીકળી હશે તે પ્રેક્ષકોના દિલ સુધી જરૂર પહોંચશે."

મીમ્સ પર પ્રતિક્રિયા

પોતાની ફિલ્મોના સીન પર બનતા મીમ્સ વિશે તેમણે હસતા મુખે કહ્યું કે આ જોઈને તેમને નવાઈ લાગે છે કે વર્ષો પછી પણ લોકો તેમની ફિલ્મો સાથે જોડાયેલા છે. મીમ્સને કારણે લાગે છે  કે નવી પેઢી આ ફિલ્મો જુએ છે અને જો તેના મૂલ્યો કોઈના પર સકારાત્મક અસર કરે, તો તે દિગ્દર્શક તરીકે મોટી સિદ્ધિ છે.

સૂરજ બરજાત્યાનું સિનેમા એ બદલાતા સમયમાં પણ સ્થિર રહેલા ભારતીય સંસ્કારોનું પ્રતીક છે. ‘યે પ્રેમ મોલ લિયા’ દ્વારા તેઓ ફરી એકવાર પ્રેમ અને પારિવારિક સંબંધોની ગરિમાને પડદા પર લાવવા જઈ રહ્યા છે. હિંસા અને એક્શનના અતિરેક વચ્ચે, બરજાત્યાની ફિલ્મો એક ‘શુદ્ધ ઠંડક’ જેવો અહેસાસ આપે છે. તેમની આ સફર એ વાતની સાક્ષી પૂરે છે કે સમય ભલે બદલાય, પણ માણસની મૂળભૂત લાગણીઓ અને સંસ્કારો ક્યારેય જૂના થતા નથી. ‘યે પ્રેમ મોલ લિયા’ ની સફળતા એ માત્ર એક ફિલ્મની નહીં, પણ ભારતીય કૌટુંબિક ભાવનાની જીત સાબિત થશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : બોલિવૂડનું સૌથી મોટું રીયુનિયન: ગોવિંદા-કૃષ્ણાના '7 વર્ષના યુદ્ધ'નો આવ્યો અંત!

Tags :
Advertisement

.

×