ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સૌફ અલી ખાનને 36 લાખનો કર્યો Claim પણ વીમા કંપનીએ આપ્યા આટલાજ!

Saif Ali Khan insurance claim: સૌફ અલી ખાનને ચપ્પાના ઘા વાગ્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.આ હુમલા બાદ તેમની સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એક લેટર સાથેની પોસ્ટ વાયરલ...
10:26 PM Jan 17, 2025 IST | Hiren Dave
Saif Ali Khan insurance claim: સૌફ અલી ખાનને ચપ્પાના ઘા વાગ્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.આ હુમલા બાદ તેમની સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એક લેટર સાથેની પોસ્ટ વાયરલ...
Souf Ali Khan

Saif Ali Khan insurance claim: સૌફ અલી ખાનને ચપ્પાના ઘા વાગ્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.આ હુમલા બાદ તેમની સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એક લેટર સાથેની પોસ્ટ વાયરલ થઈ રહી છે જે મુજબ સૈફ અલી ખાનની સારવારમાં અંદાજિત 36 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને હોસ્પિટલ તરફથી વીમા કંપની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.વીમા કંપનીએ (Saif Ali Khan insurance claim:)આ રજૂઆતને અનુસરી 25 લાખ રૂપિયાની મંજૂરી આપી હોવાનું વાયરલ પોસ્ટમાં જણાવ્યું છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ પોસ્ટની પુષ્ટિ કરતું નથી.

અભિનેતા સૈફ અલી ખાન ઘરમાં હુમલો થયો હતો

અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં હુમલો થયો હતો. જે માહિતી સામે આવી રહી છે તે મુજબ, સૈફના ઘરમાં ઘુસેલા ચોરની સાથે તેમની મારામારી થઇ હતી. જેમા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારબાદ તેમને નજીકની લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સૈફને 6 જગ્યાએ ખૂબ જ ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. જેમાં કરોડરજ્જુમાં 2.5 ઇંચનો ચાકુનો ટુકડો સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક લેટર સાથે પોસ્ટ વાયરલ

જો કે હવે સોશિયલ મીડિયા પર એક લેટર સાથે પોસ્ટ વાયરલ થઈ છે જે ખુબજ ચર્ચામાં છે. આ વાયરલ પોસ્ટ મુજબ,સૈફ અલી ખાનની સારવારમાં અંદાજિત 36 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.હોસ્પિટલ તરફથી વીમા કંપની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વીમા કંપનીએ આ રજૂઆતને અનુસરી 25 લાખ રૂપિયાની (Saif Ali Khan insurance claim:)મંજૂરી આપી હોવાનું વાયરલ પોસ્ટમાં જણાવ્યું છે.જોકે આ અંગે અત્યારે સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ગુજરાત ફર્સ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટની પુષ્ટિ કરતું નથી

આ પણ  વાંચો -Saif ali khan: લોહીથી લથપથ તૈમૂરનો હાથ પકડીને સૈફ હોસ્પિટલમાં આવ્યો હતો, ડોક્ટરે કહ્યું- તે રિયલ હીરો

બીબોના જણાવ્યા મુજબ સૈફની હાલત સારી

લીલાવતી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શુક્રવારે જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું કે, સૈફ જ્યારે હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે લોહીથી લથપથ હતા. તેમ છતાં, તેમણે હિંમત સાથે પોતાને સંભાળ્યા અને પોતાના પુત્ર તૈમૂર સાથે હોસ્પિટલ સુધી પહોંચ્યા.ડોક્ટરોના મતે,સૈફે રિયલ હીરો જેવી બહાદુરી બતાવી હતી.હાલ સૈફને ICU માંથી સ્યુટ રૂમમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની તબિયતમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે.

આ પણ  વાંચો -Saif Ali Khan Attack: 'અમે બધા ચિંતામાં' કરીના કપૂરના એક્સ બોયફ્રેન્ડની પ્રતિક્રિયા

ડૉક્ટરે આપી આરામની સલાહ

ડોક્ટરોના જણાવ્યા મુજબ, સૈફ હવે ખતરાથી બહાર છે.તેમની સમયાંતરે તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. પીઠની ઇજાને ધ્યાનમાં રાખીને ચેપથી બચવા માટે તેમને મુલાકાતીઓથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. ડૉક્ટરે કહ્યું કે, આગામી 2-3 દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાશે.ડોક્ટરોના મતે,ન્યુરોલોજીકલ સમસ્યાનું કોઈ જોખમ નથી, અને સૈફની રિકવરી ખૂબ જલ્દી થઇ રહી છે અને તે સારવારથી સંતુષ્ટ પણ છે.ઉલ્લેખનીય છે કે,બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાનનના ઘરમાં ઘૂસીને એક શખ્સે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ આજે લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની થયેલી ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલમાં કરવામાં આવેલી સારવારથી તેઓ કેટલી જલ્દી ઠીક થાય છે તે હવે જોવું રહ્યું.

નોંધ : સોશિયલ મીડિયા પર વાયરલ ઉપરોક્ત પોસ્ટની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી

Tags :
36 lakhsclaimgave this muchGujarat Firstinsurance companSaif Ali Khan Knife Attack CaseSouf Ali Khan
Next Article