Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

સાઉથના સ્ટાર પ્રભાસની ફિલ્મ 'The Raja Saab' ની OTT ડીલથી ગણતરી બગડી

નિર્માતા ટીજી વિશ્વા પ્રસાદે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે, ફિલ્મના ડિજિટલ રાઇટ્સ વેચાઈ ગયા છે. ઘણાને ત્યારે આશ્ચર્ય થયું કે, જ્યારે તેમણે સ્વીકાર્યું કે, ફિલ્મના નિર્માતાઓએ જે ભાવે આશા રાખી હતી, તે મળ્યો નથી. આંકડા કે પ્રચાર પર આધાર રાખવાને બદલે, તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, હાલના સમયમાં OTT માર્કેટ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
સાઉથના સ્ટાર પ્રભાસની ફિલ્મ  the raja saab  ની ott ડીલથી ગણતરી બગડી
Advertisement
  • પ્રભાસની નવી ફિલ્મને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ
  • The Raja Saab ની OTT ડીલ ધાર્યા કરતા ઓછામાં થઇ
  • OTT માર્કેટ મુશ્કેલ તબક્કામાંથી પસાર થતું હોવનો દાવો

Prabhas Starrer Film The Raja Saab OTT Release : દક્ષિણના લોકપ્રિય અભિનેતા પ્રભાસની સૌથી વધુ વાટ જોવાતી ફિલ્મ "ધ રાજા સાબ" ને લઇને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસનો થોડો અલગ લુક હશે, જેનાથી ચાહકોમાં ખૂબ ઉત્સુકતા છે. દરમિયાન, ફિલ્મની OTT ડીલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની OTT ડીલ અપેક્ષા કરતા ઘણી ઓછી થઇ છે, જેના કારણે રિલીઝ પહેલા જ નિર્માતાઓને નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ ફિલ્મના દિગ્દર્શક મારુતિ છે.

પ્રભાસની "ધ રાજા સાબ" ની ગણતરી બગડી

પ્રભાસની "ધ રાજા સાબ" સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મ થિયેટરમાં ભવ્ય રિલીઝ થવાની તૈયારીમાં છે. દરમિયાન, OTT ડીલ અંગે નિર્માતાઓની ટિપ્પણીઓ ઝડપથી વાયરલ થઈ રહી છે. નિર્માતા ટીજી વિશ્વા પ્રસાદે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે, ફિલ્મના ડિજિટલ રાઇટ્સ વેચાઈ ગયા છે. ઘણાને ત્યારે આશ્ચર્ય થયું કે, જ્યારે તેમણે સ્વીકાર્યું કે, ફિલ્મના નિર્માતાઓએ જે ભાવે આશા રાખી હતી, તે મળ્યો નથી. આંકડા કે પ્રચાર પર આધાર રાખવાને બદલે, તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, હાલના સમયમાં OTT માર્કેટ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

Advertisement

બિઝનેસ પરફોર્મન્સનું મુલ્યાંકન ન કરવું

નિર્માતાના મતે, નીચું મૂલ્યાંકન ફક્ત ધ રાજા સાબ પૂરતા મર્યાદિત નથી. તેમણે સમજાવ્યું કે, નોન-થિયેટ્રિકલ માર્કેટમાં ઘટાડો થઈ રહ્યો છે, અને પ્રેક્ષકોના બદલાતા વલણ અને તાજેતરના બોક્સ ઓફિસની પરિસ્થિતીએ OTT પ્લેટફોર્મ્સને એલર્ટ કરી દીધા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, વર્તમાન પરિસ્થિતિઓમાં અગાઉના બેન્ચમાર્ક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો મુશ્કેલ બનશે. વિશ્વ પ્રસાદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ફિલ્મના બિઝનેસ પરફોર્મન્સનું રિલીઝ પહેલાં મૂલ્યાંકન ન કરવું જોઈએ. તેમણે ભાર મૂક્યો કે, ફિલ્મનું સાચું મૂલ્ય તેના થિયેટરમાં રિલીઝ પછી જાણી શકાશે.

Advertisement

ધ રાજા સાબ ક્યારે રિલીઝ થવા જઇ રહી છે ?

દિગ્દર્શક મારુતિની ફિલ્મ ધ રાજા સાબની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 9 જાન્યુઆરી, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેલુગુ હોરર કોમેડી કેટેગરીની ફિલ્મમાં પ્રભાસ સાથે સંજય દત્ત, નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન, રિદ્ધિ કુમાર, ઝરીના વહાબ, યોગી બાબુ, સત્યા વગેરે છે. રૂ. 450 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મ મલયાલમ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ થનાર છે.

આ પણ વાંચો ------  Song Dhurandhar: તમન્ના ભાટિયાના હાથમાંથી કેમ જતું રહ્યું, ફિલ્મ ધુરંધરનું ‘શરારત’ સોંગ?

Tags :
Advertisement

.

×