Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rashmika Mandanna અને Vijay Deverakonda આ તારીખે લગ્નના તાંતણે બંધાશે

Rashmika Mandanna અને Vijay Deverakonda અંગેની અટકળોનો અંત આવ્યો છે, વિજયનું આમંત્રણ તેમની હૃદયસ્પર્શી લાગણીને પ્રતિબિંબિત કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તે આ નવી શરૂઆતની ઉજવણી એવા લોકો સાથે કરવા માંગે છે, જેઓ તેમના જીવનના ઉતાર-ચઢાવનો ભાગ રહ્યા છે.
rashmika mandanna અને vijay deverakonda આ તારીખે લગ્નના તાંતણે બંધાશે
Advertisement
  • Rashmika Mandanna અને Vijay Deverakonda અંગેની અટકળોનો અંત
  • બંને ઉદેપુરમાં શાહી લગ્નમાં લગ્નના તાંતણે બંધાવવા જઇ રહ્યા છે
  • સ્ટાર કપલને લઇને અત્યાર સુધી અનેક અટકળો સામે આવતી હતી
  • ચૂનિંદા લોકોને જ આ લગ્ન સમારોહમાં આમંત્રણ મળી શકે છે

Rashmika Mandanna And Vijay Deverakonda : દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી ચર્ચિત કપલ વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna), તેમની રીલ-લાઇફ કેમેસ્ટ્રીને વાસ્તવિક જીવનમાં તદબીલ કરવા માટે તૈયાર છે. વર્ષોની અટકળો, અને ફક્ત સારા મિત્રો હોવાના ટેગને પાછળ છોડીને, આ પાવર કપલ આ મહિને 26 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યું છે. સત્તાવાર સ્થળ ગુપ્ત રાખવા છતાં, એવી વાતો ફેલાઈ રહી છે કે, રાજસ્થાનના શાહી શહેર ઉદયપુરમાં એક ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લગ્ન પરિવાર અને નજીકના મિત્રો પુરતી એક ખાનગી પ્રસંગ હશે, ત્યારબાદ તેની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Rashmika Mandanna And Vijay Deverakonda, જીવનના ઉતાર-ચઢાવનો ભાગ રહ્યા

વિજય અને રશ્મિકા 4 માર્ચે હૈદરાબાદમાં એક ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરશે, તેવું જાણવા મળી રહ્યું છે. વિજયનું આમંત્રણ તેમની હૃદયસ્પર્શી લાગણીને પ્રતિબિંબિત કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તે આ નવી શરૂઆતની ઉજવણી એવા લોકો સાથે કરવા માંગે છે, જેઓ તેમના જીવનના ઉતાર-ચઢાવનો ભાગ રહ્યા છે. રિસેપ્શન સાંજે 7 વાગ્યે શરૂ થશે, અને ફિલ્મ ઉદ્યોગની ઘણી અગ્રણી હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ દંપતી ઉદયપુરમાં લગ્ન કરશે, જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, અને આ કોઈ શાહી ભવ્ય લગ્નથી ઓછા નહીં હોય.

Advertisement

આ પણ વાંચો ------  Amisha Patel: રાજપાલ યાદવ જામીન પર છૂટ્યો, હવે અમીષા પટેલ વિરુદ્ધ 10 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ

Rashmika Mandanna And Vijay Deverakonda, પ્રેમની ચિનગારી પ્રગટ થઈ

2018 ની ફિલ્મ "ગીથા ગોવિંદમ" ના સેટ પર આ બંને વચ્ચે પ્રેમની ચિનગારી પ્રગટ થઈ હતી. તેમની માસૂમ અને તોફાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી એટલી હિટ હતી કે, તેઓ રાતોરાત રાષ્ટ્રીય પ્રેમ બની ગયા હતા. તેમની આગામી 2019 ની ફિલ્મ "ડિયર કોમરેડ" એ તેમના બંધનને વધુ મજબૂત બનાવ્યું હતું, તે જ સમયે એક જ સ્થળેથી વેકેશનના ફોટા શેર કરવા, અને મુશ્કેલ સમયમાં એકબીજાના સપોર્ટ સિસ્ટમ બનવું, એ ચાહકો માટે તેમના સંબંધનો સૌથી મોટો પુરાવો હતો.

વિજય રશ્મિકાના હાથને ચુંબન કરતો જોવા મળ્યો

અહેવાલો સૂચવે છે કે, ગયા ઓક્ટોબરમાં હૈદરાબાદમાં એક ખાનગી સમારંભમાં સગાઈ થતાં તેમની પ્રેમકહાનીમાં એક નવો વળાંક આવ્યો હતો. જો કે, તેઓએ ક્યારેય ખુલ્લેઆમ સ્વીકાર કર્યો ન હતો, વિજયનો રશ્મિકાના પ્રેમ અને ટેકો તેની ફિલ્મ "ધ ગર્લફ્રેન્ડ" ના તાજેતરના સફળતાના સમારોહ દરમિયાન સ્પષ્ટ હતો. વાયરલ થયેલા વીડિયોમાં, વિજય રશ્મિકાના હાથને ચુંબન કરતો જોવા મળ્યો હતો, જેનાથી સોશિયલ મીડિયા પર તેમના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક

વ્યાવસાયિક મોરચે, બંને સ્ટાર્સ તેમની કારકિર્દીની ટોચ પર છે. "અર્જુન રેડ્ડી" થી દેશભરમાં લોકપ્રિયતા મેળવનાર વિજય દેવેરાકોંડા હવે ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક માનવામાં આવે છે. દરમિયાન, "કિરિક પાર્ટી" માં ડેબ્યૂ કરનાર રશ્મિકા મંડન્નાએ "પુષ્પા" માં "શ્રીવલ્લી" તરીકે વૈશ્વિક સ્ટારડમ મેળવ્યું છે. 2025 માં, રશ્મિકા "સિકંદર" અને "થમ્મા" જેવા મોટા હિન્દી પ્રોજેક્ટ્સ સાથે બોલિવૂડમાં પોતાની ઓળખ વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો ----- Rohit Shetty Firing Case : USA માં પ્લાનિંગ, મુંબઇમાં ગોળીબાર !

Tags :
Advertisement

.

×