Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Miss World 2025 બની થાઈલેન્ડની Suchata Chuangsri, દુનિયાને મળી 72મી 'વિશ્વ સુંદરી'

72મી મિસ વર્લ્ડ સ્પર્ધા પૂરી થઈ ગઈ છે અને દુનિયાને ફરી એકવાર નવી 'Miss World 2025' મળી છે. આ વખતે 'મિસ વર્લ્ડ'નો તાજ થાઈલેન્ડની એક સુંદરીએ પોતાના શિરે શણગાર્યો છે.
miss world 2025 બની થાઈલેન્ડની suchata chuangsri  દુનિયાને મળી 72મી  વિશ્વ સુંદરી
Advertisement
  • દુનિયાને ફરી એકવાર નવી 'Miss World 2025' મળી
  • થાઈલેન્ડની એક સુંદરીએ પોતાના શિરે શણગાર્યો
  • હૈદરાબાદમાં આયોજિત કરવામાં આવ્યો

Miss World 2025: 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા પૂરી થઈ ગઈ છે અને દુનિયાને ફરી એકવાર નવી 'Miss World 2025' મળી છે. આ વખતે 'મિસ વર્લ્ડ'નો તાજ થાઈલેન્ડની એક સુંદરીએ પોતાના શિરે શણગાર્યો છે.થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ લગભગ 110 દેશોના સ્પર્ધકોને પાછળ છોડીને આ ખિતાબ જીત્યો છે. આ કાર્યક્રમ હૈદરાબાદમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં તેણીને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. થાઈલેન્ડની સુંદરી ઓપલ સુચાતા ચુઆંગ્સરી હવે નવી 'મિસ વર્લ્ડ' તરીકે ઓળખાશે. ફરી એકવાર ભારતની ધરતી પર 'મિસ વર્લ્ડ' પસંદ કરવામાં આવી છે.

Advertisement

ક્રિસ્ટીના પિસ્જકોવાએ પહેરાવ્યો તાજ

મિસ વર્લ્ડ 2025નો તાજ થાઈલેન્ડની સુંદરી સુચાતા ચુઆંગ્સરીના માથા પર શણગારવામાં આવ્યો છે, જે ગયા વર્ષની 'મિસ વર્લ્ડ 2024' ક્રિસ્ટીના પિસ્જકોવાએ માથા પર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિસ્ટીના પિસ્જકોવાએ પણ એક સ્પીચ આપી હતી, જેમાં ક્રિસ્ટીના પિસ્જકોવાએ 'મિસ વર્લ્ડ' ઓર્ગેનાઈઝેશનના સીઈઓ જુલિયા મોર્લીનો આભાર માન્યો હતો. તેમના જીવનમાં કયા ફેરફારો થયા છે તે પણ જણાવ્યું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Miss World (@missworld)

આ  પણ  વાંચો -Bollywood : છાવાના ડાયરેક્ટરે બોલીવૂડ છોડવાના નિવેદન પર Anurag Kashyap ને ઝાટક્યો

નંદિની ગુપ્તાએ ભારતનું કર્યું પ્રતિનિધિત્વ

આ વખતે ભારતમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેલંગાણામાં વિશ્વની તમામ સુંદરીઓમાંથી 72મી 'મિસ વર્લ્ડ' પસંદ કરવામાં આવી છે. આ રેસમાં નંદિની ગુપ્તા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હોવા છતાં, તે ફક્ત સેમિફાઈનલમાં જ પહોંચી શકી અને ફાઈનલમાંથી બહાર થઈ ગઈ. નંદિની ગુપ્તાએ ટોપ 20 સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું, પરંતુ તે ટોપ 5 પછી પોતાનું સ્થાન બનાવી શકી નહીં.

આ  પણ  વાંચો -Miss World 2025 : ભારતનું પ્રતિનિધિત્ત્વ કરનાર કોણ છે નંદિની ગુપ્તા

71મી મિસ વર્લ્ડ સ્પર્ધા પણ ભારતમાં યોજાઈ હતી

ગયા વર્ષે 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા પણ ભારતમાં યોજાઈ હતી. આ સતત બીજી વખત હતું જ્યારે ભારતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને 'મિસ વર્લ્ડ' ની પસંદગી ભારતીય ભૂમિ પર કરવામાં આવી હતી. 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં સોનુ સૂદ, પોપ્યુલર એક્ટર ચિરંજીવી, ઈશાન ખટ્ટર, રાણા દગ્ગુબાતી સહિત ઘણા લોકપ્રિય સ્ટાર્સ જોવા મળ્યા હતા.

Tags :
Advertisement

.

×