Sudha Murty એ ફિલ્મ સિતારે જમીન પરનો રીવ્યૂ આપ્યો, જાણો શું કહ્યું દેશની આ અગ્રણી મહિલાએ ?
- Sitare Zameen Par નો પહેલો રીવ્યૂ કર્યો સુધા મૂર્તિએ
- સુધા મૂર્તિએ ફિલ્મને ખૂબ જ ભાવનાત્મક ગણાવી
- સુધા મૂર્તિએ આમિર ખાનને ફિલ્મ બદલ પાઠવ્યા અભિનંદન
- Sitare Zameen Par ફિલ્મમાં આમિર ખાનની માતાએ પણ ભજવી છે ભૂમિકા
Sudha Murty : આમિર ખાને પોતાની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પર (Sitare Zameen Par) નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનેક મહાનુભાવો પધાર્યા હતા. જેમાંથી એક હતા દેશના અગ્રણી મહિલા એવા સુધા મૂર્તિ (Sudha Murty). તેમણે સિતારે જમીન પર ફિલ્મનો રીવ્યૂ પણ લખ્યો છે. તેમણે ફિલ્મને આંખો ખોલનાર અને ભાવનાત્મક ગણાવી છે.
સુધા મૂર્તિનો ફિલ્મ રીવ્યૂ
ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની, એન્જિનિયર, લેખિકા, સમાજસેવી, રાજ્યસભા સાંસદ અને પદ્મ ભૂષણ સુધા મૂર્તિ (Sudha Murty) એ તાજેતરમાં એક ખાસ સ્ક્રીનિંગમાં આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર જોઈ. આ ફિલ્મ જોયા પછી તેમણે કહ્યું કે, સિતારે જમીન પર ખૂબ જ ભાવનાત્મક અને આંખ ખોલનારી ફિલ્મ છે. સુધા મૂર્તિ (Sudha Murty) એ સિતારે જમીન પરને ખૂબ જ સુંદર ફિલ્મ ગણાવી છે. તેમણે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોનું હૃદય ખૂબ જ સ્વચ્છ હોવાનું જણાવ્યું અને કહ્યું કે, તેમનો જીવન પ્રત્યેનો અભિગમ બહુ શુદ્ધ હોય છે. અમને એક શાનદાર ફિલ્મ જોવાની તક આપવા બદલ હું આમિર ખાન (Aamir Khan)નો આભાર માનું છું.
SUDHA MURTY PRAISES 'SITAARE ZAMEEN PAR'... #AamirKhan's #SitaareZameenPar receives high praise from #SudhaMurty: "This movie can bring a lot of change."... She hails its impactful message.
Releasing only in theatres on 20 June 2025. pic.twitter.com/MIcFPjk3Jg
— taran adarsh (@taran_adarsh) June 10, 2025
આમિર ખાનની માતા સાથે કનેકશન
બોલિવૂડના પરફેક્ટનિસ્ટ એક્ટર, સ્ટાર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર એવા Aamir Khan ની અપકમિંગ ફિલ્મ સિતારે જમીન પરનું આમિર ખાનની માતા સાથે પણ ખાસ કનેક્શન છે. આ ફિલ્મના એક સીનમાં આમિર ખાનની માતા ઝીનત પણ કેમિયો કરી રહ્યા છે. ફિલ્મના એક મહત્વના દ્રશ્યમાં આમિર ખાનની માતાએ પણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત આપને એ પણ જણાવી દઈએ કે સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સ (Champions) ની ઓફિશિયલ રીમેક છે.
આ પણ વાંચોઃ Aamir Khan નો રોડ પર વડાપાવ બનાવતો વીડિયો થયો વાયરલ, ફેન્સે આપી મિશ્ર પ્રતિક્રિયા
3 વર્ષ પછી આમિરનું કમબેક
સિતારે જમીન પર ફિલ્મ અનેક રીતે ખાસ ફિલ્મ છે. આ ફિલ્મ આમિર ખાનની વર્ષ 2007માં આવેલ તારે જમીન પર ફિલ્મની સીક્વલ છે. બીજું આ ફિલ્મ આમિર ખાનની કમબેક ફિલ્મ બની શકે છે. લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) બાદ આમિર 3 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. સિતારે જમીન પર ફિલ્મને આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે જેનેલિયા ડિસોઝા દેશમુખ, અરોશ દત્તા, ગોપી કૃષ્ણન વર્મા, વેદાંત શર્મા, નમન મિશ્રા, ઋષિ સાહની, ઋષભ જૈન અને આશિષ પેન્ડસે જેવા કલાકારો પણ છે. ફિલ્મની વાર્તા દિવ્યા નિધિ શર્મા દ્વારા લખવામાં આવી છે.
આ પણ વાંચોઃ Farah Khan એ માલદીવ વેકેશનનો ફોટો કર્યો શેર અને વાયરલ થયો તેનો કૂક દિલીપ, જાણો કેમ ?