સુફિયાનના અનેક વીડિયો વાયરલ
સ્ક્રીનિંગ દરમિયાન સૂફિયાનના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેના લુક અને સ્ટાઇલને જોઈને યુઝર્સને સલમાન ખાનના 1990 ના દાયકાના શરૂઆતના દિવસો યાદ આવી ગયા છે. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના લુકની સરખામણી થઈ રહી છે.
ફેન્સે સલમાન ખાન સાથે કરી સરખામણી
સૂફિયાન નડિયાદવાલાના વાયરલ વીડિયોઝ પર ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે સૂફિયાનનો લુક સલમાન ખાનના જૂના સમયના લુક સાથે મળતો આવે છે. કેટલાક લોકોએ બંને વચ્ચે માત્ર ‘19-20’નો જ તફાવત હોવાનું લખ્યું છે. બીજી તરફ, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સૂફિયાનના ચહેરા કરતાં તેમના Swag અને Style ની સરખામણી સલમાન સાથે કરી છે. એક યુઝરે લખ્યું કે બંનેના ચહેરા એકસરખા લાગે કે ન લાગે, પરંતુ બંનેનો સ્વેગ ચોક્કસપણે એક જેવો છે. આ પ્રકારની કોમેન્ટ્સને કારણે સૂફિયાનના વીડિયો વધુ ચર્ચામાં આવ્યા છે.
એપ્રિલમાં પણ ચર્ચામાં આવ્યો હતો સૂફિયાન
સૂફિયાન નડિયાદવાલાની સલમાન ખાન સાથેની સરખામણી નવી નથી. આ વર્ષે એપ્રિલમાં પણ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. તે સમયે સૂફિયાનના લુકની સરખામણી સલમાન ખાનના 1990ના દાયકાના લુક સાથે કરવામાં આવી હતી. હવે ‘પ્રેમ કીટાણુ’ની સ્ક્રીનિંગ બાદ ફરી એકવાર સૂફિયાનના વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર જૂની ચર્ચા શરૂ થઈ છે. ખાસ વાત એ છે કે સૂફિયાનનો લુક અને તેમની પર્સનાલિટી સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહી છે.
માતા વર્ધા ખાને આપ્યો હતો રસપ્રદ જવાબ
સૂફિયાનની માતા વર્ધા ખાન (Wardha Khan) સોશિયલ મીડિયા પર અવારનવાર પુત્રની તસવીરો અને વીડિયો શેર કરે છે. તેમની પોસ્ટ પર પણ યુઝર્સ સૂફિયાનને સલમાન ખાન જેવો ગણાવીને કોમેન્ટ કરતા રહે છે. અગાઉ જ્યારે સોશિયલ મીડિયા પર AIથી બનાવેલા 80ના દાયકાના લુકનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, ત્યારે વર્ધા ખાને સૂફિયાનની કેટલીક તસવીરો શેર કરી હતી. એક યુઝરે કોમેન્ટમાં સૂફિયાનને ‘સલમાનનો દીકરો’ ગણાવ્યો હતો. તેના જવાબમાં વર્ધાએ ખૂબ જ હળવા અંદાજમાં લખ્યું હતું—‘સલમાનનો ભત્રીજો.’ ત્યારબાદ એક યુઝરે પણ મજાકમાં લખ્યું હતું કે સૂફિયાન સલમાન જેવા લાગે છે અને ભત્રીજો પણ દીકરા જેવો જ હોય છે.
આ પણ વાંચોઃ Premanand Maharaj વિશે તમે આ વાતો નહીં જાણતા હોય! કાશીથી વૃંદાવન સુધી... કેવી રીતે બદલાઈ જિંદગી?