Sunil Grover Viral Video: નદી કિનારે હજારો ભક્તો વચ્ચે ફૂટપાથ પર કેમ સુતો દિગ્ગજ કોમેડિયન, અભિનેતાના હાલ જોઈ ચાહકો થયા ભાવુક
ગ્લેમરસ દુનિયાથી દૂર સુનીલ ગ્રોવરનો એક અલગ જ ચહેરો જોવા મળ્યો છે. નદી કિનારે હજારો ભક્તો વચ્ચે જમીન પર આરામ કરતા અભિનેતાનો આ વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જાણીતા હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કોઈ પણ પ્રકારના ઠાઠ-માઠ વગર રસ્તા પર સૂતેલા જોવા મળે છે. આખરે અભિનેતાએ આવું કેમ કર્યું? જાણીને તમે પણ ચોંકી જશો.
Advertisement
Sunil Grover Viral Video: જાણીતા હાસ્ય કલાકાર અને અભિનેતા સુનીલ ગ્રોવર સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ નદી કિનારે અનેક ભક્તોની વચ્ચે જમીન પર સૂતેલો જોવા મળે છે. તેમનો આ સાદગીભર્યો અંદાજ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હજારો લોકોની વચ્ચે શાંતિથી સૂતેલા સુનીલનો આ વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

