Sunny Deol New Movie : સની દેઓલની 'બંટવારા 1947' નો ફર્સ્ટ લુક થયો જાહેર, જાણો રિલીઝ ડેટ
સની દેઓલની ફિલ્મ 'લાહોર 1947' નું નામ બદલીને હવે 'બંટવારા 1947' રાખવામાં આવ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં સની દેઓલ જોશભર્યા અંદાજમાં જોવા મળે છે. રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત અને આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ પીરિયડ ડ્રામા ફિલ્મ 14 ઓગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઈમરાન હાશ્મીની ફિલ્મ સાથે તેનો બોક્સ ઓફિસ ક્લેશ થશે.
Advertisement
Sunny Deol New Movie : સુપરસ્ટાર સની દેઓલે ચાહકોની લાંબા સમયની આતુરતાનો અંત લાવીને તેમની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ 'બંટવારા 1947' નો ફર્સ્ટ લુક આજે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. નિર્દેશક રાજકુમાર સંતોષીની આ ફિલ્મનું નામ અગાઉ 'લાહોર 1947' હતું, જે હવે બદલી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી 14 ઓગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

