ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિનેમાઘરોમાં ફરી હૂંકાર ભરશે સની દેઓલ, " ગદર 3"ને લઈ મોટા સમાચાર આવ્યા સામે

બોલિવૂડ પ્રેમીઓ માટે અત્યાર સુધી આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે - પઠાણ, જવાન, ગદર અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ઘણી ફિલ્મોએ કરોડોની કમાણી કરી છે અને ફેન્સને પૂરતા પ્રમાણમાં મનોરંજન પૂરું પાડ્યું છે. તેમાં પણ...
02:44 PM Oct 29, 2023 IST | Harsh Bhatt
બોલિવૂડ પ્રેમીઓ માટે અત્યાર સુધી આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે - પઠાણ, જવાન, ગદર અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ઘણી ફિલ્મોએ કરોડોની કમાણી કરી છે અને ફેન્સને પૂરતા પ્રમાણમાં મનોરંજન પૂરું પાડ્યું છે. તેમાં પણ...

બોલિવૂડ પ્રેમીઓ માટે અત્યાર સુધી આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે - પઠાણ, જવાન, ગદર અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ઘણી ફિલ્મોએ કરોડોની કમાણી કરી છે અને ફેન્સને પૂરતા પ્રમાણમાં મનોરંજન પૂરું પાડ્યું છે. તેમાં પણ આ વર્ષે આવેલ સની દેઓલની સુપરહિટ ફિલ્મ 'ગદર'ની સિક્વલે બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી હતી. ' GADAR 2'ની વાર્તા અને તેમાં બતાવવામાં આવેલા દમદાર એક્શન અને ડાયલોગ્સે ચાહકોનું દિલ જીત્યું હતું. આવી સ્થિતિમાં હવે ચાહકો આ ફિલ્મના આગામી સિક્વલની માંગ કરી રહ્યા છે. ફિલ્મની સફળતાને જોતા, નિર્માતાઓએ ચાહકોની માંગ પૂરી કરવાનો નિર્ણય લીધો છે. હવે GADAR 3 ને લઈને એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે.

 GADAR 3 ક્યારે રિલીઝ થશે?

બધા જાણે છે કે ' GADAR 2'ને મળેલ સફળતા બાદ હવે તેનો આગળનો ભાગ પણ રિલીઝ થશે, પરંતુ હવે તે ક્યારે રિલીઝ થશે તેની માહિતી સામે આવી છે. આ સિવાય ફિલ્મની સ્ટોરી અને સ્ટારકાસ્ટને લઈને પણ મહત્વની માહિતી મળી છે. હવે એ પણ સામે આવ્યું છે કે અમરીશ પુરી અને મનીષ વાધવા બાદ GADAR 3 માં કોણ વિલન બનશે. ચાલો પહેલા તમને ફિલ્મની રિલીઝ ડેટ જણાવીને ખુશ કરીએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારે આ ફિલ્મ માટે વધુ રાહ જોવી પડશે નહીં. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ‘ગદર 3’ વર્ષ 2025માં સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ પણ ઓગસ્ટ 2024થી શરૂ થશે.

બનારસની ગલિયોમાં દહાડશે તારા સિંગ 

પ્રાપ્ત થતી માહિતી મુજબ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે બનારસમાં થશે. તે જ સમયે, એવી પણ અપેક્ષા છે કે 'ગદર 3' ની સત્તાવાર જાહેરાત પણ આવતા વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે. હાલમાં નિર્માતાઓને સની દેઓલની લોકપ્રિયતા અને સ્ટારડમ પર સંપૂર્ણ વિશ્વાસ છે, તેથી તેઓ ફિલ્મમાં વધુ વિલંબ કરવા માંગતા નથી. ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને પણ કેટલાક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના વિલનનું 'ગદર 2'માં અવસાન થયું હતું. આવી સ્થિતિમાં આ વખતે તારા સિંહના જીવનમાં મુશ્કેલી કોણ ઉભી કરશે?

કોણ હશે વિલન ? 

હવે મેકર્સ ફિલ્મમાં નવો વિલન લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે વિલનની ભૂમિકામાં કોને કાસ્ટ કરવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે ગદરના ત્રીજા ભાગમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર એટલે કે જીતે અને મુસ્કાનની વાર્તા બતાવવામાં આવશે. આ વખતે મનીષ વાધવાનો દીકરો ફિલ્મમાં વિલન બનશે અને પિતાના મોતનો બદલો લેશે. હવે આટલી માહિતી મળ્યા બાદ ચાહકોની ઉત્તેજના વધુ વધી ગઈ છે. હવે બધા આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો -- FRIENDSના CHANDLER BINGનું દુનિયાને અલવિદા.. એક મિત્ર ગુમાવ્યો હોય તેવો અહેસાસ થયો..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMEESHA PATELBollywoodGADAR 3Gadar-2RELEASE DATESunny Deol
Next Article