Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jr NTR ની આગામી ફિલ્મની વીડિયો ક્લિપ સામે આવી, ફેન્સ બન્યા ક્રેઝી !

Jr NTR ની આગામી ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે, સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મની પહેલી ઝલક 4 મિનિટ 28 સેકન્ડની છે. ફિલ્મની પહેલી ઝલક જોયા પછી, ચાહકો ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સુપરસ્ટારની આ ફિલ્મનું નામ 'ડ્રેગન' છે (Dragon Film - First Look). આ ફિલ્મમાં જુનિયર એનટીઆર ઉપરાંત રુક્મિણી વસંત અને બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર પણ જોવા મળશે.
jr ntr ની આગામી ફિલ્મની વીડિયો ક્લિપ સામે આવી  ફેન્સ બન્યા ક્રેઝી
Advertisement
  • Jr NTR ની આગામી ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે
  • અત્યાર સુધીની સૌથી લાંબો ફર્સ્ટ લૂક હોવાનું સુત્રોએ જણાવ્યું
  • સુપર સ્ટારે બર્થડે પહેલા ચાહકોને મોટી ભેંટ આપી છે

Jr NTR : દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ કરી રહ્યા છે. પ્રશાંત નીલે સલાર અને કેજીએફ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, જે બ્લોકબસ્ટર રહી હતી. જોકે, આજે જુનિયર એનટીઆરની ફિલ્મ 'ડ્રેગન'ની પહેલી ઝલક જોવા મળી. 20 મે, આજરોજ જુનિયર NTR નો જન્મદિવસ છે.

Jr NTR, બર્થડે પહેલા ચાહકોને ભેંટ

ખરેખર, તેમના જન્મદિવસ પહેલા, સુપરસ્ટારે તેમના ચાહકોને ફિલ્મની પહેલી ઝલક બતાવીને ભેટ આપી છે. અભિનેતાની આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Advertisement

આ પણ વાંચો - બોલિવૂડ એક્ટ્રેસ Rhea Chakraborty નો મોટો નિર્ણય! Social Medi પર ઈમોશનલ પોસ્ટ શેર કરીને લીધો Break

Jr NTR, રુક્મિણી વસંત અને અનિલ કપૂરનો સમાવેશ

તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે કોઈપણ ફિલ્મનું ટીઝર કે ઝલક એક થી બે મિનિટનું હોય છે. પરંતુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મની પહેલી ઝલક 4 મિનિટ 28 સેકન્ડની છે. ફિલ્મની પહેલી ઝલક જોયા પછી, ચાહકો ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સુપરસ્ટારની આ ફિલ્મનું નામ 'ડ્રેગન' છે (Dragon Film - First Look). આ ફિલ્મમાં જુનિયર એનટીઆર ઉપરાંત રુક્મિણી વસંત (Rukmini Vasanth) અને બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) પણ જોવા મળશે. આ ફિલ્મ 11 જૂન 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

સૌથી મોટી પહેલી ઝલક

સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મ ડ્રેગનની ઝલક 4 મિનિટ 28 સેકન્ડ લાંબી છે. ઝલક "ઇટ્સ ટ્રુ" લાઇનથી શરૂ થાય છે. ફિલ્મની પહેલી ઝલક જોઈને સમજાય છે કે આ ફિલ્મ ખૂબ જ અદ્ભુત બનવાની છે. આ ફિલ્મ એક્શન, સસ્પેન્સ અને સાહસથી ભરપૂર છે. એટલું જ નહીં, ગ્લિમ્પ્સના 2 મિનિટ 45 સેકન્ડમાં હેપ્પી બર્થડે લુગર લખેલું છે. તમને જણાવી દઈએ કે, આજરોજ, 20 મે ના રોજ સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR નો જન્મદિવસ છે. અભિનેતાએ પોતાના જન્મદિવસ પર ગ્લિમ્પ્સ રિલીઝ કરીને પોતાના ચાહકોને ભેટ આપી છે.

આ પણ વાંચો - Peddi Trailer : રામ ચરણની ફિલ્મમાં મિર્ઝાપુરના મુન્ના ભૈયાનો ભારે ભોંકાલ !

Tags :
Advertisement

.

×