Toxic Postponed : યશની ફિલ્મની રિલીઝ ફરી અટકી, ડિરેક્ટરો મજાક બન્યા !
- Toxic Postponed થતા ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી
- એક્ટરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જાણકારી આપી છે
- વૈશ્વિક છાપ છોડવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું
Toxic Postponed : ફિલ્મ KGF પછી, કન્નડ સુપરસ્ટાર (Kannada Super Star) યશની (Yash - Upcoming Film) આગામી ફિલ્મ 'ટોક્સિક' વિશે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલરે પહેલાથી જ બજારમાં ધૂમ મચાવી દીધી છે, અને તેને યશનો ડ્રીમ પ્રોજેક્ટ (Yash - Dream Project) માનવામાં આવે છે. જો કે, હવે ફિલ્મની રિલીઝને લઈને એક મોટી અપડેટ આવી છે (Film Release Delay), જેનાથી ચાહકોની ઉત્સુકતામાં વધારો થયો છે.
Toxic Postponed, સિનેમાકોન 2026 માં મળ્યો શાનદાર પ્રતિસાદ
યશે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શેર કરી (Yash Instagram Post), જેમાં જણાવ્યું હતું કે તેની ફિલ્મ "ટોક્સિક" હવે 4 જૂન, 2026 ના રોજ રિલીઝ થશે નહીં. તેણે સ્પષ્ટ કર્યું કે ફિલ્મની નવી રિલીઝ તારીખ વૈશ્વિક બજારને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. સિનેમાકોન 2026 માં ફિલ્મને મળેલા શાનદાર પ્રતિસાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ પોસ્ટ પર લોકો ડિરેક્ટરો દ્વારા વારંવાર મુલવતી કરવામાં આવતા નિર્ણયની મજાક બનાવી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો - Karan Aujla ના નામે કરાલેયી પોસ્ટથી ખળભળાટ, ચાહકોને લાગ્યો આંચકો !
Toxic Postponed, વૈશ્વિક સ્તરે મોટા પાયે રિલીઝ કરવાનો નિર્ણય
યશે તેની નોંધમાં લખ્યું છે કે કેટલીક ફિલ્મો આપણને યાદ અપાવે છે કે આપણે સિનેમાને કેમ પ્રેમ કરીએ છીએ, અને "ટોક્સિક" આવી જ એક ફિલ્મ છે. તેમણે કહ્યું કે સિનેમાકોન પર ફિલ્મને વિશ્વભરમાંથી જબરદસ્ત પ્રેમ મળ્યો, ત્યારબાદ ટીમે આ ફિલ્મને વૈશ્વિક સ્તરે મોટા પાયે રિલીઝ કરવાનો નિર્ણય લીધો. આ માટે, વધુ સારા વિતરકો અને ભાગીદારો સાથે કામ ચાલી રહ્યું છે, જેના કારણે રિલીઝ તારીખ પાછળ ધકેલી દેવામાં આવી છે.
સિનેમાની વૈશ્વિકસ્તરે મજબૂત હાજરી
યશ માને છે કે "ટોક્સિક" ભારતીય સિનેમાને એક નવી આંતરરાષ્ટ્રીય ઓળખ આપી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સિનેમા હાલમાં વૈશ્વિક સ્તરે મજબૂત હાજરી સ્થાપિત કરી રહ્યું છે, અને આ સ્તરને વધુ ઊંચો બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક અભિનેતા અને નિર્માતા તરીકે, તે આ તકનો સંપૂર્ણ લાભ લેવા અને ફિલ્મને દરેક ખૂણા સુધી અસરકારક રીતે પહોંચાડવા માંગે છે.
ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ
યશે તેના ચાહકોનો આભાર માનતા કહ્યું કે તેને દરેક પગલે તેમનો અપાર પ્રેમ મળ્યો છે. તેમણે વચન આપ્યું હતું કે ફિલ્મ વિલંબિત થશે, પરંતુ તે એક એવો અનુભવ હશે જેની દર્શકો ઉજવણી કરશે અને ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ હશે.
ચાહકોમાં આતુરતા અકબંધ
"ટોક્સિક" ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત છે. તેમાં કિયારા અડવાણી, હુમા કુરેશી, નયનથારા, તારા સુતારિયા અને રુક્મિણી વસંત છે. હવે બધા ફિલ્મની નવી રિલીઝ તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો - Pulkit Samrat એ ફિલ્મ માટે ચૂકવી મોટી કિંમત! લગ્ન બાદ હનીમૂન પણ જતું કરવું પડ્યું


