Ghooskhor Pandit Controversy : ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં, સુપ્રીમ કોર્ટે મેકર્સનો ઉધડો લીધો
એક ટાઈટલે આખા બોલિવૂડ અને કોર્ટમાં હલચલ મચાવી દીધી છે. મનોજ બાજપેયી અને નીરજ પાંડે જેવા દિગ્ગજો હવે સુપ્રીમ કોર્ટના રડારમાં છે. કોર્ટે સ્પષ્ટ પૂછ્યું છે કે "તમે ચોક્કસ સમાજને જ કેમ ટાર્ગેટ કરો છો?" અભિવ્યક્તિની આઝાદીની દલીલો અહીં ચાલી નહીં અને હવે ફિલ્મનું ભવિષ્ય અધ્ધરતાલ છે. શું નામ બદલવાથી વિવાદ શમશે કે પછી કાયમી તાળું લાગશે?
Advertisement
- Ghooskhor Pandit Controversy : સુપ્રીમ કોર્ટે કહ્યું- "પહેલા નામ બદલો"
- સુપ્રીમ કોર્ટે નીરજ પાંડેની ફિલ્મના ટાઈટલ સામે સખત વાંધો નોંધાવ્યો
- "અભિવ્યક્તિની આઝાદીના નામે સમાજનું અપમાન ન કરી શકો": કોર્ટની ટિપ્પણી
- મેકર્સ જ્યાં સુધી નવું નામ નહીં આપે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય
- નેટફ્લિક્સ પર ટીઝર રિલીઝ થયા બાદથી જ ટાઈટલ પર વિવાદ ચાલી રહ્યો હતો
Ghooskhor Pandit Controversy : બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર નીરજ પાંડે (Neeraj Pandey) અને અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) નો પ્રોજેક્ટ 'ઘૂસખોર પંડિત' (Ghooskhor Pandit) હવે મોટા વિવાદમાં ફસાયો છે. ફિલ્મના શીર્ષકને લઈને શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચી ગયો છે. કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા મેકર્સનો ઉધડો લીધો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે, ત્યાં સુધી તેને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

