સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન Samay Raina સહિત 5 લોકોને ફટકારી નોટિસ, શું છે સમગ્ર મામલો ?
- Supreme Court એ દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવવા બદલ ફટકારી નોટિસ
- મુંબઈ પોલીસ કમિશ્નર (Mumbai Police Commissioner) ને પણ સુપ્રીમ કોર્ટે કર્યા નિર્દેશ
- Stand-up comedian સમય રૈના સહિત 5 લોકોની મુશ્કેલીઓ વધશે
Samay Raina : આજે સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના (Samay Raina) સહિત 5 લોકો વિરુદ્ધ ક્યોર એસએમએ ફાઉન્ડેશન (Cure SMA Foundation) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે નોટિસ ફટકારી છે. Supreme Court એ દિવ્યાંગ લોકોની મજાક ઉડાવવા બદલ આ નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે આ કોમેડિયન્સને નોટિસ ફટકારવા ઉપરાંત કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
સુપ્રીમ કોર્ટે કમિશ્નરને આપ્યા નિર્દેશ
આજે સુપ્રીમ કોર્ટમાં Samay Raina વિરુદ્ધ દિવ્યાંગ લોકોની મજાક ઉડાવતી અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત (Justice Suryakant) ની આગેવાની હેઠળની બેન્ચે મુંબઈ પોલીસ કમિશનર (Mumbai Police Commissioner) ને નિર્દેશ આપ્યો કે, સમય રૈના અને અન્ય 4 લોકો આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર રહે. કોર્ટે ચેતવણી આપી છે કે જો તેઓ હાજર નહિ થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ક્યોર એસએમએ ફાઉન્ડેશન (Cure SMA Foundation) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ મામલાની સંવેદનશીલતા અને મહત્વને ધ્યાનમાં રાખીને કોર્ટે આ મામલે ભારતના એટર્ની જનરલ પાસેથી પણ મદદ માંગી છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતાનું અર્થઘટન
અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહ (Aparajita Singh ) એ દલીલ કરી હતી કે, રૈના અને અન્ય લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social media influencers) છે. તેમના શબ્દો યુવાનો પર ઊંડી અસર કરે છે. તેમણે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of expression) નો અર્થ કોઈ નબળા વર્ગનું અપમાન કરવું અથવા તેની મજાક ઉડાવવી નથી. Aparajita Singh એ ભારપૂર્વક જણાવ્યું હતું કે 'બદનામ કરવાની કોઈ સ્વતંત્રતા નથી' અને કલમ 19(1)(a) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા અન્ય વ્યક્તિના ગૌરવના અધિકાર સાથે સંતુલિત હોવી જોઈએ. રાજ્ય સરકારના વકીલે પણ કહ્યું કે, આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશોની પણ મજાક ઉડાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Ajaz Khan માટે કમબેકને બદલે કમઠાણ સાબિત થયો House Arrest શો
ન્યાયાધીશ સૂર્યકાંતની ટીપ્પણી
આજે સુપ્રીમ કોર્ટમાં Samay Raina અને અન્ય 5 લોકો વિરુદ્ધ અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સૂર્યકાંત (Justice Suryakant) એ કહ્યું કે, અરજદારોએ આવા નિવેદનો સામે સુધારાત્મક અને નિવારક પગલાં લેવા જોઈએ. આ અંગે અરજદારના વકીલે કહ્યું કે, આવા મજાક દ્વેષપૂર્ણ ભાષણ (Hate speech) ની શ્રેણીમાં આવે છે, જેના પર ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી કે, દ્વેષપૂર્ણ ભાષણ (Hate speech) અને એવી કોઈપણ અભિવ્યક્તિ જેનો હેતુ અન્ય લોકોને નીચું દર્શાવવાનો હોય અમે તેને મર્યાદિત કરીશું. કોર્ટે એ પણ સૂચવ્યું કે, તે આ મુદ્દા પર માર્ગદર્શિકા નક્કી કરવા માંગે છે અને વરિષ્ઠ વકીલ પાસેથી મદદ માંગી છે. નોંધનીય છે કે આ અરજી સૌપ્રથમ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia) સંબંધિત કેસમાં હસ્તક્ષેપ અરજી તરીકે કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર અશ્લીલ અને વાંધાજનક સામગ્રી પર ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ તારે જમીન પરમાં રડાવ્યા બાદ હવે આમિર ખાન લઇને આવી રહ્યા છે 'Sitaare Zameen Par'