ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kesari Veer ફિલ્મના સેટ પર સુરજ પંચોલી થયો ગંભીર રીતે ઘાયલ, જાંધ દાઝી ગઇ

Sooraj Pancholi Injury : સુરજ પંચોલી હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ કેસરી વીરના શુટિંગમાં વ્યસ્ત છે. શુટિંગ દરમિયાન એક્શન સીન કરતા સુરજને ઇજા પહોંચી ગઇ છે.
08:10 PM Feb 04, 2025 IST | KRUTARTH JOSHI
Sooraj Pancholi Injury : સુરજ પંચોલી હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ કેસરી વીરના શુટિંગમાં વ્યસ્ત છે. શુટિંગ દરમિયાન એક્શન સીન કરતા સુરજને ઇજા પહોંચી ગઇ છે.
Sooraj Panchauli

Sooraj Pancholi Injury : સુરજ પંચોલી હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ કેસરી વીરના શુટિંગમાં વ્યસ્ત છે. શુટિંગ દરમિયાન એક્શન સીન કરતા સુરજને ઇજા પહોંચી ગઇ છે.

અપકમિંગ એક્શન ફિલ્મનું ચાલી રહ્યું હતું શુટિંગ

અભિનેતા સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીર લીજેન્ડ ઓફ સોમનાથના શુટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. આ એક્શન સીન દરમિયાન એક્ટર દાઝી ગયો હતો.

આ પણ વાંચો : Gujarat Local body election 2025: 215 બેઠકો બિનહરીફ જીતી, બાકીની બેઠકો માટે 16મીએ મતદાન

મહત્વપુર્ણ એક્શન સીકવન્સ દરમિયાન બની દુર્ઘટના

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સુત્ર અનુસાર એક મહત્વપુર્ણ એક્શન સીકવન્સ દરમિયાન અભિનેતાની જાંધમાં વાગ્યું હતું અને તેમની હૈમસ્ટ્રિંગ દાઝી ગઇ હતી. અપકમિંગ એક્શન ફિલ્મમાં અનેક જબરજસ્ત એક્શન સિકવન્સ છે, જેના શુટિંગ દરમિયાન સુરજ પંચોલી ઘાયલ થઇ ગયો હતો.

મુંબઇના ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે શુટિંગ

એક સુત્રએ જણાવ્યું કે, ફિલ્મનું શુટિંગ મુંબઇની ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે. જેમાં એક્શન નિર્દેશકે સુરજને એક સ્ટંટ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. સીન અનુસાર તેમને એક પારોટેક્નિક વિસ્ફોટ ઉપરથી કુદવાનું હતું. જો કે વિસ્ફોટ શુટના સમય કરતા થોડો વહેલો થઇ ગયો હતો. જેની આગના કારણે અભિનેતા દાઝી ગયો હતો. તેમાં ઉપયોગમાં લેવાયેલા બારૂદના કારણે તેમની જાંધ હૈમસ્ટ્રિંગ પર ગંભીર દાઝી ગયો હતો.

આ પણ વાંચો : Gujarat University ના બહુચર્ચિત કરોડોના કૌભાંડમાં અનેક માથાઓની સંડોવણી, તપાસ ચાલુ

મેડિકલ ટીમને હાજર રાખવામાં આવી

મળતી માહિતી અનુસાર અભિનેતાની સ્થિતિ પર નજર રાખવા અને ઝડપથી સ્વસ્થય થવા માટે સેટ પર એક મેડિકલ ટીમ હાજર હતી, જેથી તેઓ શુટિંગ શરૂ રાખી શકે. સુત્રોએ જણાવ્યું કે, પાયરોટેક્નિક વિસ્ફોટમાં થનારા દર્દ અને જલન છતા અભિનેતાએ બ્રેક લેવાનો ઇન્કાર કરી દીધો અને સમગ્ર શેડ્યુલ દરમિયાન શૂટિંગ શરૂ જ રાખ્યું હતું.

સોમનાથના ઇતિહાસને રજુ કરે છે ફિલ્મ

પ્રિંસ ધીમાન નિર્દેશિત કેસરી વીર લજેન્ડ ઓફ સોમનાથ સુરજ પંચોલીની પ્રથમ બાયોપિક છે. આ ફિલ્મ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં થયેલા યુદ્ધની આસપાસ બનેલી ફિલ્મ છે. એક્શન-થ્રિલરમાં અભિનેતા અલગ અંદાજમાં જોવા મળશે. ફિલ્મમાં સુરઝની સાથે સુનીલ શેટ્ટી, વિવેક ઓબરોય અને આકાંક્ષા શર્મા મહત્વની ભુમિકામાં છે. રિપોર્ટ અનુસાર ફિલ્મમાં ઓબરોય નકારાત્મક ભૂમિકા નિભાવતા જોવા મળશે.

આ પણ વાંચો : અમે બંધારણને જીવીએ છીએ, ઝેરનું રાજકારણ નથી કરતા: PM મોદી

સુરજ પંચોલીનો પુત્ર છે આદિત્ય પંચોલી

સુરજ પંચોલી અભિનેતા આદિત્ય પંચોલી અને જરીના વહાબનો પુત્ર છે. સુરજે વર્ષ 2015 માં રિલીઝ થયેલી રોમાન્ટિક એક્શમ ફિલ્મ હીરોથી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. ફિલ્મમાં સુરજની સાથે મુખ્ય ભુમિકામાં આથિયા શેટ્ટી જોવા મળી હતી.

આ પણ વાંચો : Donald Trump ૩૦૦ અબજ ડોલરના બદલામાં યુક્રેન પાસેથી આ વસ્તુ માંગી રહ્યા છે!

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newskesari veerkesari veer sooraj pancholisooraj pancholisooraj pancholi injuredsooraj pancholi movie
Next Article