ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SUSHANT SINGH RAJPUT ની બહેને લગાવી ન્યાયની ગુહાર, CBI પાસે માંગ્યા જવાબ

SUSHANT SINGH RAJPUT ને હજી સુધી કોણ જ ભૂલી શક્યું હશે. હિન્દી સિનેમા જગતના લોકપ્રિય કલાકારની વર્ષ 2020 માં અણધારી વિદાયથી સિનેમા પ્રેમી ફેન્સમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. SUSHANT SINGH RAJPUT ના મૃત્યુ બાદ તેમના મૃત્યુ અંગે ઘણો વિવાદ...
07:23 PM Feb 04, 2024 IST | Harsh Bhatt
SUSHANT SINGH RAJPUT ને હજી સુધી કોણ જ ભૂલી શક્યું હશે. હિન્દી સિનેમા જગતના લોકપ્રિય કલાકારની વર્ષ 2020 માં અણધારી વિદાયથી સિનેમા પ્રેમી ફેન્સમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. SUSHANT SINGH RAJPUT ના મૃત્યુ બાદ તેમના મૃત્યુ અંગે ઘણો વિવાદ...

SUSHANT SINGH RAJPUT ને હજી સુધી કોણ જ ભૂલી શક્યું હશે. હિન્દી સિનેમા જગતના લોકપ્રિય કલાકારની વર્ષ 2020 માં અણધારી વિદાયથી સિનેમા પ્રેમી ફેન્સમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. SUSHANT SINGH RAJPUT ના મૃત્યુ બાદ તેમના મૃત્યુ અંગે ઘણો વિવાદ થયો હતો. હોબાળો એટલે સુધી પહોંચ્યો હતો કે સુશાંતના મૃત્યુનો કેસ CBI ને સોંપવામાં આવી હતી.

આજે તેમના મૃત્યુને ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ લોકો આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.  SUSHANT SINGH RAJPUT ના  મૃત્યુનું રહસ્ય હજી પણ ચાહકો અને અભિનેતાના પરિવારને પરેશાન કરી રહ્યું છે. સુશાંતે આત્મહત્યા કરી છે કે પછી તેને મારવાનું ષડયંત્ર હતું તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તેના ચાહકો અને અભિનેતાના પરિવાર સતત સીબીઆઈ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

SUSHANT SINGH RAJPUT ની બહેન શ્વેતાએ પૂછ્યા CBI ને પ્રશ્નો 

સુશાંત ચાર બહેનો વચ્ચે એકમાત્ર લાડકા ભાઈ હતા. તેમના મૃત્યુને આટલો સામે થઈ ગયો હોવા છત્તા તેમનો પરિવાર હજી પણ ન્યાય મેળવવા માટે ભટકી રહ્યો છે. તેમનો પરિવાર જ નહીં પરંતુ સુશાંતના ચાહકો પણ સુશાંતને ન્યાય મળે તે માટે અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે. ત્યારે આ લડતમાં સુશાંતના બહેન શ્વેતા સિંહ કીર્તિ એ તેના ભાઈ માટે લડવાનું શરૂ કર્યું છે.

શ્વેતા એ ફરીથી સીબીઆઈ પાસે તેના ભાઈના મોતનો જવાબ માંગ્યો છે. શ્વેતાએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે શ્વેતા એક બિલ્ડિંગની બહાર ઉભી છે અને અભિનેતાના ચાહકો નારા લગાવી રહ્યા છે. '

તેના ચાહકોની યાદમાં SUSHANT SINGH RAJPUT હજી પણ જીવંત 

હવે સુશાંતના ફેન્સ ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ બધા લોકોનો પ્રેમ સુશાંતને ન્યાય અપાવી શકશે કે કેમ. હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થતા જોવા મળી રહ્યા છે. સુશાંતનું નામ આવતા જ આખી દુનિયા ભાવુક થઈ જાય છે. તે લોકોનો પ્રેમ છે જેણે સુશાંતને તેના મૃત્યુ પછી પણ જીવંત રાખ્યો છે અને ચાહકો તેની યાદોને ભૂલી શકતા નથી. હવે બધા સોશિયલ મીડિયા પર શ્વેતાને હિંમત આપતા જોવા મળે છે.

આ પણ વાંચો -- CAPTAIN MILLER હવે OTT ઉપર આવવા તૈયાર, જાણો કયા અને કેવી રીતે જોઈ શકશો

Tags :
BiharCBIconspiracyjusticeMUMBAIMurderPatnaSHWETA SINGH KIRTIsistersuicideSushant Singh Rajput
Next Article