Jauhar Controversy: "સ્વરા ભાસ્કર માફી માંગો", જૌહર અંગેની કથિત ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટના વકીલની ચેતવણી!
સ્વરા ભાસ્કરની જૂની એક ટિપ્પણી ફરી ચર્ચામાં આવી છે અને તેની અસર હવે કાયદાકીય ચેતવણી સુધી પહોંચી છે. રાણી પદ્માવતી અને જૌહર અંગેના તેમના નિવેદનને લઈને ઉઠેલા સવાલો વચ્ચે અભિનેત્રીએ પોતાની વાત અંગે સ્પષ્ટતા કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલી એક વકીલે આ સ્પષ્ટતાને સ્વીકારવાને બદલે માફીની માંગ કરી છે.
Advertisement
Swara Bhasker Jauhar Controversy: અભિનેત્રી સ્વરા ભાસ્કરની રાણી પદ્માવતી અને જૌહર અંગેની કથિત ટિપ્પણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. સ્વરા ભાસ્કરે પોતાના અગાઉના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટની એડવોકેટ-ઓન-રેકોર્ડ અમિતા સચદેવાએ તેમની પાસેથી તાત્કાલિક માફી માંગવાની અપીલ કરી છે. વકીલે માફી ન માંગવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

