આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા
- તમન્ના ભાટિયા ખીલ થાય ત્યારે ચહેરા પર લગાવે છે થુંક
- આ ઘરગથ્થુ કિમિયો ખુબ જ અકસીર હોવાનું પણ તેણે જણાવ્યું
- તમન્નાની સ્કિનથી બીજી અભિનેત્રીઓ પણ ઇર્ષ્યા કરતી હોય છે
નવી દિલ્હી : હસીનાનો દબદબો સાઉથથી બોલિવુડ સુધી 120 કરોડની સંપત્તિની માલિક હોવા છતા પણ ચહેરા પર લગાવે છે થુંક.સાઉથી અને બોલિવુડની અનેક અભિનેત્રીઓ પોતાની સુંદરતાને કારણે વખણાય છે. જો કે તેઓ કોઇ ખાસ પ્રકારના સિરમ કે ક્રિમના બદલે એક ખુબ જ વિચિત્ર વસ્તુઓ લગાવે છે. આ વિચિત્ર આદતોને કારણે અભિનેત્રીઓ ચર્ચામાં પણ રહે છે. જો કે હાલમાં જ તમન્ના ભાટિયાનું નિવેદન ખુબ જ ચર્ચામાં છે.
આ પણ વાંચો : Gujarat: ‘પીઠ પાછળ કો'ક બોલે તેમાં મજા નથી આવતી, તકલીફ હોય તો સામે આવને...’ દેવાયત ખવડે આવું કેમ કહ્યું?
તમન્ના પોતાના ચહેરા પર લગાવે છે પોતાનું જ થુંક
તમન્ના ભાટિયાને જ્યારે તેની આટલી સુંદર સ્કિનના રહસ્ય અંગે પુછવામાં આવ્યું તો તેણે ખુબ જ ચોંકાવનારો જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું કે, હું મારા ચહેરા પર કોઇ ક્રિમ નહીં પરંતુ થુંક લગાવું છે. તમન્ના ભાટિયા પોતાની પ્રોફેશનલ સાથે પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહે છે. તેની સ્કિનના લોકો ખુબ જ દિવાના છે. જો કે આ દૂધ જેવી સ્કિનનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
મોઢાની લાળમાં હોય છે અનેક ગુણકારી તત્વ
તમન્ના ભાટિયાએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, તે પોતાના ચહેરા પર મોઢાની લાળ લગાવે છે. શરૂઆતમાં તમન્નાને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે તેને પણ થોડું વિચિત્ર લાગ્યું હતું. જો કે તેણે જ્યારે તેના ફાયદા જોયા તો તે પણ આશ્ચર્યથી ચોંકી ઉઠી હતી. જ્યારે પણ તેને ખીલ થાય ત્યારે તે ચહેરા પરની લાળ લગાવે છે. આવુ કરવાથી તમન્નાએ કહ્યું કે તેને ખુબ જ ફાયદો થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમન્ના સ્કિન પર એક પણ ડાઘ કે ખીલ નથી.
આ પણ વાંચો : છત્તીસગઢના મુંગેલીમાં મોટી દુર્ઘટના, પ્લાન્ટમાં ચીમની તૂટી પડતાં 30 લોકો કાટમાળ નીચે દટાયા