Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Song Dhurandhar: તમન્ના ભાટિયાના હાથમાંથી કેમ જતું રહ્યું, ફિલ્મ ધુરંધરનું ‘શરારત’ સોંગ?

હાલ બોલિવૂડ પર કહેર વરસાવતી ધૂરંધર ફિલ્મના આઈટમ સોંગમાંથી તમન્ના ભાટિયાને રિઝેક્ટ કરવામાં આવી હતી. શરૂઆતમાં ફિલ્મમાં ‘શરારત’ ગીત માટે તમન્ના પહેલી પસંદ હતી. જો કે, આદિત્ય ધરના અલગ વિચારોના લીધે તમન્ના ભાટિયાના હાથમાંથી આ આઈટમ સોંગ જતું રહ્યું. ચાલો જાણીએ કે તમન્નાને કેમ કાસ્ટ કરવામાં નહોતી આવી.
song dhurandhar  તમન્ના ભાટિયાના હાથમાંથી કેમ જતું રહ્યું  ફિલ્મ ધુરંધરનું ‘શરારત’ સોંગ
Advertisement
  • Song Dhurandhar: "શરારત" ગીત પહેલા કરવાની હતી તમન્ના ભાટિયા
  • ગીત માટે પ્રથમ પસંદ હતી તમન્ના ભાટિયા
  • પછી આદિત્ય ધરે તમન્નાને કેમ કરી રિજેક્ટ?

Song Dhurandhar: સાઉથ ફિલ્મોમાંથી આવેલી તમન્ના ભાટિયાએ (Tamannaah Bhatia) છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. તેમાય જ્યારે જ્યારે આઈટમ સોંગની (Item song) વાત આવે, ત્યારે સૌથી પહેલા તમન્ના ભાટિયાનું નામ મોઢે આવી જાય. ત્યારે હાલ ધૂમ મચાવતી ધુરંધર મુવીમાં એક આઈટમ સોંગ છે ‘શરારત’. આ સોંગને જોઈને દર્શકોએ સવાલ કર્યો કે, આમાં તમન્નાને કાસ્ટ કેમ કરવામાં નથી આવી. પણ આપને જણાવી દઈએ કે, સ્ત્રી 2 (Stree 2) ના "આજ કી રાત" અને "ગફુર" જેવા ગીતોમાં ડાન્સ કરનાર તમન્નાને ફિલ્મ ધુરંધરના ગીત "શરારત" માટે નકારી કાઢવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, "શરારત" ગીતનું પ્લાનિંગ કરતી વખતે મેકર્સના દિમાગમાં તમન્નાનું જ નામ સૌપ્રથમ આવ્યું હતું. તેમના મતે, તમન્નાની સ્ક્રીન (Screen) હાજરી અને નૃત્ય શૈલી આ ગીત માટે પરફેક્ટ (Perfect) હતી.

Song Dhurandhar TAMANNA 03_GUJARAT_FIRST

Advertisement

Song Dhurandhar: તમન્નાને કેમ નકારવામાં આવી?

આ ગીત માટે તમન્નાનું નામ દિગ્દર્શક (Director) આદિત્ય ધર સામે મુકવામાં આવ્યું હતું. પરંતુ આદિત્યએ પહેલાથી જ નક્કી કર્યું હતું, કે આ સોંગમાં કોઈ મોટા સ્ટારની કાસ્ટિંગ (Star casting) નથી કરવાની. આદિત્ય ધરનું (Aditya Dhar) માનવું હતું કે, ફિલ્મમાં એવું ગીત નથી બનાવવું, જે મૂળ વાર્તાથી ભટકાઈ જાય. અને લોકોનું ધ્યાન સ્ટોરી પરથી હટીને માત્ર એક સોંગ અને તેના સ્ટાર પર કેન્દ્રિત થઈ જાય. જો આ ‘શરારત’ ગીતમાં તમન્નાને લેવામાં આવી હોત, તો દર્શકો તેની જ પ્રશંસા કરવા લાગ્યા હોત. અને આદિત્ય નહોતો ઈચ્છતો કે, આઈટમ સોંગના કારણે સ્ટોરીનું વેલ્ટેજ ઘટી જાય.

Advertisement

Song Dhurandhar TAMANNA 02_GUJARAT_FIRST

ગીતને લઈને આદિત્ય ધરના વિચારો

આદિત્ય ધરે નક્કી કર્યું કે "શરારત" એક પરંપરાગત આઇટમ સોંગ નહીં, પરંતુ વાર્તાનો એક ભાગ હશે. આના કારણે ગીતમાં ફક્ત એક જ નહીં, પરંતુ બે કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આખરે, આયેશા ખાન (Ayesha Khan) અને ક્રિસ્ટલ ડિસોઝાને (Crystal D'Souza) ગીત માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેથી ધ્યાન એક જ ચહેરા પર ના રહીને દર્શકોનું ફોકસ તેની વાર્તા પર રહે. "શરારત" રણવીર સિંહ અને સારા અર્જુનના લગ્નના રિસેપ્શનના દ્રશ્યનો ભાગ છે. આ દ્રશ્યમાં ફક્ત નૃત્ય જ નહીં પરંતુ વાર્તાના ઘણા મહત્વપૂર્ણ ભાગો બતાવવામાં આવ્યા છે. તેથી દિગ્દર્શક ઇચ્છતા ન હતા કે, આ ગીત ફિલ્મની ગતિ અથવા અસરને કમજોર કરે. હાલ ફિલ્મની સાથે સાથે આ " શરારત" ગીત પણ ઇન્ટરનેટ પર ખૂબ જ હિટ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ગીતને વ્યાપક પ્રશંસા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ગીતના આધારે ઘણી રીલ્સ બનાવવામાં આવી રહી છે. ગીત "શરારત" રિલીઝ થયા પછીથી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયું છે. આયેશા ખાન અને ક્રિસ્ટલ ડિસોઝાની કેમિસ્ટ્રી અને ઉર્જાને દર્શકોની ખૂબ પ્રશંસા મળી છે.. એટલું જ નહીં, સેલેબ્સ પણ આ ગીત પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Song Dhurandhar TAMANNA 01_GUJARAT_FIRST

આ પણ વાંચો-

આ પણ વાંચો-

Tags :
Advertisement

.

×