Bigg Boss 19: તાન્યા મિત્તલના જૂઠાણાંનો પર્દાફાશ, માલતી ચાહરે જણાવી હકીકત
- બિગબોસ 19માં તાન્યા મિત્તલને માલતી ચાહરે જણાવી હકિક્ત (Tanya Mittal Bigg Boss)
- બિગબોસની બહાર તેના વૈભવી જીવનની હકિક્ત આવી સામે
- લોકોએ તેના વૈભવી જીવનનો પર્દાફાશ કરી દીધા હોવાની વાત
- માલતી ચાહરે હિકક્ત જણાવતા તાન્યા મિત્તલનો આત્મવિશ્વાસ ડગી ગયો
Tanya Mittal Bigg Boss : 'બિગ બોસ 19'ની સ્પર્ધક તાન્યા મિત્તલ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ મીમ્સ અને ટ્રોલ્સનો વિષય બની છે. જ્યાં એક તરફ દર્શકો તેના લક્ઝરી જીવનશૈલીના દાવાઓ પર કટાક્ષ કરી રહ્યા છે, ત્યાં શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે આવેલી માલતી ચાહરે તાન્યાને તેની "બહારની હકીકત" જણાવી દીધી છે. આ પર્દાફાશ બાદ તાન્યા મિત્તલનો આત્મવિશ્વાસ ડગી ગયો છે.
જ્યારથી માલતી ચાહર (ક્રિકેટર દીપક ચાહરની બહેન)ની ઘરમાં એન્ટ્રી થઈ, ત્યારથી જ તાન્યાએ માની લીધું હતું કે બંને વચ્ચે નહીં બને. તાન્યાએ માલતીનું સ્વાગત પણ યોગ્ય રીતે કર્યું નહોતું. જોકે, માલતીએ સીધી રીતે તાન્યાને બહારની દુનિયાનો ફીડબેક આપ્યો, જેના કારણે તાન્યા ચૂપ થઈ ગઈ.
જ્યારે તાન્યાએ માલતીને બહારનો ફીડબેક પૂછ્યો, ત્યારે માલતીએ સ્પષ્ટ કહ્યું કે, "લોકોએ તારા મોંઘા દાવાઓની પડતાલ (Fact-Check) કરી છે અને તે બધા ખોટા સાબિત થયા છે. બહાર તારા પર ખૂબ મીમ્સ બની રહ્યા છે."
માલતીએ આગળ ઉદાહરણ આપતા કહ્યું (Tanya Mittal Bigg Boss)
"તું અહીં કહે છે કે તું સાડી પહેરે છે, પરંતુ બહાર તારા મિની સ્કર્ટ પહેરેલા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તું જે કહી રહી છે તે ભૂતકાળમાં સાચું નથી, અને હવે તે બધું બહાર આવી રહ્યું છે." માલતીની આ કડવી વાતો સાંભળીને તાન્યા થોડીવાર માટે શાંત થઈ ગઈ અને તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો.
સોશિયલ મીડિયા પર 'જૂઠાણું' બન્યું ચર્ચાનો વિષય
શોમાં તાન્યા મિત્તલે ઘણા મોટા અને મોંઘા દાવા કર્યા હતા. તેણે કહ્યું હતું કે:
- તે ફક્ત બકલાવા (તુર્કીશ મીઠાઈ) ખાવા માટે દુબઈ જાય છે.
- તે તાજમહેલની સામે કોફી પીવા માટે આગ્રા જાય છે.
- તેને દિલ્હીમાં દાળ-ભાત ખાવાનું પસંદ છે.
હવે આ નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને "જૂઠ્ઠી" ગણાવીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે અને અસંખ્ય મીમ્સ બનાવી રહ્યા છે. માલતી ચાહરે ઘરમાં આવીને આ તમામ ટ્રોલિંગ અને વાસ્તવિકતા તાન્યાના મોં પર મૂકી દીધી છે.
આ પણ વાંચો : સુપરસ્ટાર રજનીકાંતે સંન્યાસ લીધો? રસ્તા પર પત્તલમાં જમતા થલાઈવાના ફોટા વાયરલ