ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tanya Mittal MLA boyfriend : તાન્યાનો ચોંકાવનારો ખુલાસો, એક્સ બોયફ્રેન્ડ છે MLA!

'બિગ બોસ 19'ના એક એપિસોડમાં તાન્યાએ શહબાઝ સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો. જાણો કોણ છે તેનો એક્સ બોયફ્રેન્ડ, જે આખા દેશમાં તેના જેવો કોઈ ધારાસભ્ય નથી.
02:39 PM Sep 11, 2025 IST | Mihir Solanki
'બિગ બોસ 19'ના એક એપિસોડમાં તાન્યાએ શહબાઝ સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો. જાણો કોણ છે તેનો એક્સ બોયફ્રેન્ડ, જે આખા દેશમાં તેના જેવો કોઈ ધારાસભ્ય નથી.
Tanya Mittal MLA boyfriend

Tanya Mittal MLA boyfriend  : 'બિગ બોસ 19' હાલમાં તેના રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે, જ્યાં રોજ નવીનતમ ડ્રામા અને ટ્વીસ્ટ જોવા મળે છે. તાજેતરના એક એપિસોડમાં શહબાઝ બદેશા અને મૃદુલ તિવારી વચ્ચેની ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઘટના બાદ વાતાવરણ તંગ હતું, ત્યારે જ એક અન્ય કન્ટેસ્ટન્ટ, તાન્યા મિત્તલ, જે અત્યાર સુધી પોતાની 'વિક્ટિમ' ઈમેજ માટે જાણીતી હતી, તે આખરે તેમાંથી બહાર આવીને શહબાઝ સાથે મોડી રાત્રે વાતચીત કરતી જોવા મળી. આ વાતચીત દરમિયાન, તેમણે પોતાની અંગત જીવન વિશે એક એવો ખુલાસો કર્યો છે જેના કારણે આખા ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ છે.

શહબાઝ બદેશાએ હળવાશથી તાન્યાને તેના ભૂતકાળના પ્રેમ સંબંધો વિશે પૂછ્યું. તેમણે સીધો સવાલ કર્યો, "તારા કેટલા બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે?" તાન્યાએ તરત જ જવાબ આપ્યો, "બે." આ સાંભળીને શહબાઝે મજાક કરતા પૂછ્યું, "હજુ પણ તાજેતરના બોયફ્રેન્ડને પ્રેમ કરે છે કે પછી જૂનાવાળાને?"

તાન્યાએ આ સાંભળીને તરત સ્પષ્ટતા કરી, "ના, ના! હું કોઈને પ્રેમ નથી કરતી." શહબાઝે શાયરીના અંદાજમાં કહ્યું, "તો પણ તું તેની યાદમાં શાયરીઓ ગાઈ રહી છે. મનમાં કંઈક તો છે." તાન્યાએ સ્વીકાર્યું, "હાલમાં મારી પાસે કોઈ નથી. ન કોઈ મિત્ર કે ન કોઈ બોયફ્રેન્ડ, એટલે હું તેને જ યાદ કરતી રહું છું."

શાયરીમાં વિધાયકનો ઉલ્લેખ થતા ચર્ચાઓ જાગી

આ વાતચીત અહીં પૂરી થઈ નહીં. શહબાઝે હસતાં હસતાં મજાક કરી, "આ સ્મિત શું કહેવા માંગે છે? ક્યાંક તારો એક્સ વાઇલ્ડ કાર્ડ તરીકે શોમાં અંદર ન આવી જાય." શહબાઝની આ મજાક પર તાન્યાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. તેમણે કહ્યું, "पूरी दुनिया ने कहा था कि वो मेरे लायक नहीं है। पर कैसे बताऊं तुम्हें शहबाज, उसके जैसा पूरे देश में विधायक नहीं है।""

તાનિયાના બોયફ્રેન્ડ અંગે અટકળો શરૂ (Tanya Mittal MLA boyfriend )

તાન્યાના આ નિવેદન પર શહબાઝે તાલીઓ પાડી અને જોરથી કહ્યું, "ધારાસભ્ય નથી! વાહ! વાહ! વાહ!" તાન્યા હસી પડી અને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે માત્ર એક શાયરી હતી. પરંતુ શહબાઝે તરત જ મજાક કરતા કહ્યું, "ના, ના! હું સમજી ગયો. તે ધારાસભ્ય છે." આ ખુલાસા બાદ હવે સોશિયલ મીડિયા પર એ અટકળો ચાલી રહી છે કે તાન્યાનો તે ધારાસભ્ય બોયફ્રેન્ડ કોણ છે? જોકે, આ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન કે નામ સામે આવ્યું નથી.

Tags :
Bigg Boss 19 newsBigg Boss 19 Tanya Mittal dramaMLA boyfriend Bigg BossTanya Mittal ex
Next Article