Tanya Mittal Wedding: તાન્યા મિત્તલ ફેબ્રુઆરીમાં કરશે લગ્ન? જાણો કોણ છે વરરાજા
- સોશિયલ મીડિયા પર Tanya Mittal Wedding ની પોસ્ટ વાયરલ
- ફેબ્રુઆરીમાં લગ્ન અને વરરાજાના નામને લઈ અટકળો તેજ
- કરિયર સેટલ થયા બાદ હવે તાન્યા લગ્ન વિશે વિચારી રહી હોવાની ચર્ચા
- તાન્યાએ હાલમાં જ મુંબઈમાં તેની છઠ્ઠી એડ ફિલ્મનું શૂટિંગ કર્યું
Tanya Mittal Wedding : હાલમાં સોશિયલ મીડિયા પર બિગ બોસ 19 ફેમ તાન્યા મિત્તલના લગ્નને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. રેડિટ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તાન્યા આગામી ફેબ્રુઆરી મહિનામાં લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. આ પોસ્ટમાં યુઝર્સને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે તાન્યાનો ભાવિ પતિ કોણ હોઈ શકે?
આ પોસ્ટ વાયરલ થયા બાદ ચાહકો અને નેટીઝન્સ વિવિધ અટકળો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે મજાકમાં પ્રખ્યાત સિંગર અમાલ મલિકનું નામ લીધું, તો વળી કેટલાક લોકો તેને સ્થાનિક રાજકારણી સાથે જોડી રહ્યા છે. જોકે, આ તમામ વાતો અત્યારે માત્ર અફવા જ ગણાઈ રહી છે, કારણ કે તાન્યા મિત્તલ કે તેની ટીમ દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કરિયર માટે લગ્નમાં લીધો હતો બ્રેક
બિગ બોસ 19 દરમિયાન તાન્યાએ પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તે નાની ઉંમરે લગ્ન કરી લે, પરંતુ તાન્યાએ પહેલા પોતાના કરિયર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું. તેણે પરિવાર પાસે થોડો સમય માંગ્યો હતો જેથી તે મનોરંજનની દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે.
Tanya mittal getting married in February
byu/Historical_Image6652 inbiggboss
Tanya Mittal Wedding : યોગ્ય પાર્ટનરની શોધમાં છે તાન્યા
હવે જ્યારે તાન્યા તેના કરિયરમાં સેટલ થઈ ગઈ છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે તે લગ્ન વિશે ગંભીરતાથી વિચારી રહી છે. રિપોર્ટ્સ મુજબ, તે હવે લાઈફ પાર્ટનરની શોધમાં છે, જોકે તેણે હજુ સુધી કોઈની પણ સાથે પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા નથી.
Tanya Mittal Wedding : સતત કામમાં વ્યસ્ત છે અભિનેત્રી
બિગ બોસના ઘરની બહાર આવ્યા બાદ તાન્યા સતત કામ કરી રહી છે. હાલમાં જ તેણે પોતાની છઠ્ઠી એડ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. મુંબઈમાં એક બોટ પરથી વિડિયો શેર કરતા તેણે તેના કામ વિશે માહિતી આપી હતી અને મજાકિયા અંદાજમાં ચાહકો સાથે સંવાદ પણ કર્યો હતો.
તાન્યા મિત્તલના ઘરનો એક્સક્લુઝિવ ટૂર વીડિયો
ચાહકો તાન્યાના ઘરને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે, કારણ કે બિગ બોસ 19માં તેના ઘરની ઘણી ચર્ચા થઈ હતી. ચાહકો એ જોવા માંગે છે કે તાન્યાએ બિગ બોસમાં જે વાતો કહી હતી તે તેના ઘરની ભવ્યતા સાથે કેટલી મેળ ખાય છે
આ પણ વાંચો : 1300 કરોડના બજેટમાં બની રહી છે 'વારાણસી', રાજામૌલીએ પ્રિયંકાને કેટલી ફી આપી?


