Telugu Super Star Ram Charan એ બુમરાહની માફી માંગી, જાણો કારણ
Telugu Super Star Ram Charan : ભોપાલમાં ફિલ્મ 'પેડ્ડી'ના મ્યુઝિક લોન્ચ (Paddy Film - Music Launch) દરમિયાન તેલુગુ સુપરસ્ટાર રામ ચરણથી એક ભૂલ થઈ ગઈ હતી. હકીકતમાં, જ્યારે તેમને મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભારતીય ક્રિકેટરો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જસપ્રીત બુમરાહને તેમના પ્રિય ફૂટબોલર તરીકે નામ આપ્યું હતું. આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, અને ચાહકોએ મીમ્સ બનાવીને તેની મજાક ઉડાવી હતી.
Telugu Super Star Ram Charan, પોતાની ભૂલનો અહેસાસ થયો
રામ ચરણે સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે ખરેખર સારી વાતો કહી હતી, પરંતુ બુમરાહની વાત આવે ત્યારે તે ક્રિકેટ અને ફૂટબોલની ગડબડમાં ફસાઈ ગયો હતો. બાદમાં તેને પોતાની ભૂલનો અહેસાસ થયો, અને તેણે મધ્યરાત્રિએ બુમરાહની માફી માંગી હતી.
Telugu Super Star Ram Charan, હું તમારો ચાહક છું
રામ ચરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર-એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, "અરે... નામ યાદ રાખવાની વાત આવે ત્યારે હું ખરેખર ભૂલી જાઉં છું. @Jaspritbumrah93 જી, હું ભૂલ માટે માફી માંગુ છું. ઉતાવળ અને ઉત્તેજનામાં તે માનવીય ભૂલ હતી. હું ખરેખર તમારો આદર કરું છું ,અને તમારી રમતનો ખૂબ મોટો ચાહક છું. જ્યારે તમે બેટ્સમેનોને પાછળ છોડી દો છો, ત્યારે તમે દરેક ભારતીયને ગર્વ અનુભવો છો."
માફીથી લોકોનો ગુસ્સો શાંત થયો
રામ ચરણે માફી માંગીને આ ઘટનાને "માનવીય ભૂલ" ગણાવી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, નામ ભૂલી જવું એ તેમની આદત છે. ચાહકોએ સમગ્ર મામલામાં રામ ચરણની પ્રામાણિકતા અને નમ્રતાની પ્રશંસા કરી હતી. ઘણા લોકોએ ટિપ્પણી કરી કે તેમની માફીથી તેમનો ગુસ્સો શાંત થયો હતો.
Uff… I’m genuinely so forgetful with names sometimes.
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…
— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026
પ્રમોશન દરમિયાન ભોપાલને બિહાર ગણાવ્યું
જો કે, અમે તમને જણાવી દઈએ કે, પેડ્ડી ઇવેન્ટમાં માત્ર રામ ચરણ જ ભૂલ નહોતા કરતા, પરંતુ તેમણે પ્રમોશન દરમિયાન ભોપાલને બિહાર પણ ગણાવ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બોલિંગની ધાર ઓછી થઇ ગઇ
દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ જયવર્ધનેએ ખુલાસો કર્યો કે, જસપ્રીત બુમરાહ આઈપીએલ 2026 ની શરૂઆતની મેચોમાં ફોર્મમાં નહોતો. T20 વર્લ્ડ કપ દરમિયાન નાની ઈજાને કારણે તેને સંપૂર્ણ આરામ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેની બોલિંગ ધાર થોડી ઓછી થઈ ગઈ હોય તેવું લાગતું હતું. બુમરાહ 13 મેચમાં ફક્ત ચાર વિકેટ મેળવી શક્યો હતો.
આ પણ વાંચો - Rohit Sharma નું ભારતીય ક્રિકેટ માટે મોટું વિઝન! ભારતને વિશ્વનું નંબર-1 બનાવવાની ઇચ્છા


