Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Thalapathy Vijay એ 2 વર્ષ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી? ફિલ્મની નંબર પ્લેટ જોઈ માથું ખંજવાળતા થયા વિરોધીઓ!

તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની (Tamil Nadu Politics) પાર્ટી TVK 108 બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી બની છે. ચાહકો વિજયની 2024ની ફિલ્મ 'GOAT' માં દેખાયેલી 'CM 2026' નંબર પ્લેટને એક સચોટ ભવિષ્યવાણી માની રહ્યા છે. બહુમતીથી માત્ર 10 બેઠક દૂર વિજય હવે ગઠબંધન દ્વારા સરકાર બનાવવાની તૈયારીમાં છે, જ્યારે તેમની અંતિમ ફિલ્મ સેન્સર બોર્ડમાં અટવાયેલી છે.
thalapathy vijay એ 2 વર્ષ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી  ફિલ્મની નંબર પ્લેટ જોઈ માથું ખંજવાળતા થયા વિરોધીઓ
Advertisement
  • ફિલ્મની નંબર પ્લેટ બની હકીકત, 2026માં બનશે મુખ્યમંત્રી!
  • દાયકાઓ જૂના રાજકીય સમીકરણો સુપરસ્ટાર વિજયે કર્યા ધ્વસ્ત
  • 234 બેઠકોમાંથી 108 જીતીને TVK બની સૌથી મોટી પાર્ટી
  • ફિલ્મ 'GOAT' માં દેખાયેલી નંબર પ્લેટ 'TN 07 CM 2026' વાયરલ
  • બહુમતીના આંકડાથી માત્ર 10 કદમ દૂર, ગઠબંધનની તૈયારીઓ શરૂ

તમિલનાડુના રાજકારણમાં (Tamil Nadu Politics) અત્યારે એક જ નામની ગૂંજ છે અને તે છે સુપરસ્ટાર વિજય. પોતાની નવી પાર્ટી તમિઝગા વેત્રી કઝગમ (Tamilaga Vettri Kazhagam) (TVK) સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા વિજયે દાયકાઓ જૂના રાજકીય કિલ્લાઓ ધરાશાયી કરી દીધા છે. રાજ્યની 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. આ ઐતિહાસિક જીતે DMK અને AIADMK જેવા દિગ્ગજ પક્ષોને પાછળ છોડી દીધા છે. હવે ચર્ચા છે કે વિજય ટૂંક સમયમાં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે શપથ લઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by thanu.edits (@thanuu.edits)

Advertisement

ફિલ્મ 'GOAT' અને 'CM 2026' નો અનોખો સંયોગ

વિજયની આ સફળતા વચ્ચે ચાહકોએ તેમની વર્ષ 2024ની ફિલ્મ 'GOAT' (The Greatest of All Time) માં એક દિલચસ્પ કડી શોધી કાઢી છે. ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય કાર ચલાવતા જોવા મળે છે. આ કારની નંબર પ્લેટ પર 'TN 07 CM 2026' લખેલું છે. ચાહકો તેને વિજયની અદભૂત દૂરદર્શિતા અને ભવિષ્યવાણી (Prediction) ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વિજયે બે વર્ષ પહેલા જ સંકેત આપી દીધો હતો કે 2026માં તેઓ તમિલનાડુની સત્તા સંભાળશે.

Advertisement

ઐતિહાસિક વિજય અને સંઘર્ષ

ચૂંટણીના પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. પોતાની પ્રથમ જ કોશિશમાં વિજયે સત્તાધારી DMK ના ગઢમાં ગાબડું પાડ્યું છે. જોકે, 118 ના બહુમતી (Majority) ના આંકડા સુધી પહોંચવા માટે તેમને હજુ 10 ધારાસભ્યોના ટેકાની જરૂર છે. બીજી તરફ, વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' સેન્સર બોર્ડમાં અટવાયેલી છે, જે તેમના ફિલ્મી કરિયરનો અંતિમ અધ્યાય હોવાનું માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે વિજયનો ઉદય તમિલનાડુમાં નવા યુગની શરૂઆત છે.

આ પણ વાંચો : Tamil Nadu Politics Update : તમિલનાડુમાં વિજયની સરકાર પર લટકતી તલવાર, રાજ્યપાલે ફગાવ્યો દાવો !

Tags :
Advertisement

.

×