Thalapathy Vijayના ફેન્સની આતૂરતાનો અંત, જન નાયગન ફિલ્મની રિલીઝ ડેટ થઈ જાહેર
- જન નાયગન આવતા વર્ષે જાન્યુઆરી મહિનાની 9મી તારીખે રિલીઝ થશે
- વિજય થલપતિની આ છેલ્લી ફિલ્મ હોવાની જાહેરાત થઈ ચૂકી છે
- દર્શકો જન નાયગનની રિલીઝ ડેટના સમાચારથી જ ઝુમી ઉઠ્યા છે
Ahmedabad: સાઉથ ફિલ્મના સુપરસ્ટાર થલપતિ વિજયે જ્યારે વર્ષ 2024માં ફિલ્મોમાંથી સન્યાસ જાહેર કર્યો ત્યારે રીતસરનો હડકંપ મચી ગયો હતો. વિજયના ફેન્સે સોશિયલ મીડિયા હલબલાવી મુક્યું હતું. આ જાહેરાત આ સ્ટારના પ્રોડકશન હાઉસે એક વીડિયો દ્વારા કરી હતી. આ વીડિયોમાં થલપતિની ફિલ્મ જર્નીની એક નાનકડી ઝલક દેખાડવામાં આવી હતી. જેને જોયા બાદ ચાહકો ખુબ ઈમોશનલ થઈ ગયા હતા. જો કે આ સમયે થલપતિ વિજયે પોતાની છેલ્લી ફિલ્મ થલપતિ 69ની જાહેરાત કરી હતી.
જન નાયગનની રિલીઝ ડેટ જાહેર થઈઃ
હવે વિજયના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે, તેમના ફેવરિટ એક્ટર વિજયની છેલ્લી ફિલ્મ જન નાયગનની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મના મેકર્સે માઈક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. થલપતિ વિજયની છેલ્લી ફિલ્મ જન નાયગન 9મી જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે.
આ પણ વાંચોઃ સન્ની દેઓલની મચ અવેટેડ ફિલ્મ JAAT ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, પુષ્પાના મેકર્સે કોઈ કસર છોડી નથી
રાજકારણમાં એન્ટ્રીઃ
સાઉથ સિનેમામાં પોતાની પ્રતિભા બતાવ્યા બાદ તમિલ સુપરસ્ટાર થલપતિ વિજય હવે રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે અને તેમની આગામી ફિલ્મ થલાપતિ 69 એટલે કે જન નયાગન તેમની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, દર્શકો આ ફિલ્મ વિશેના દરેક અપડેટની, ખાસ કરીને તેની રિલીઝ તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોની રાહનો અંત લાવતા, વિજયે તેની રિલીઝ તારીખ જાહેર કરી છે.
કેવિન પ્રોડકશન હાઉસની ફિલ્મઃ
ફિલ્મના પ્રોડક્શન હાઉસ કેવિને આજે 24 માર્ચે તેના ઓફિશિયલ X હેન્ડલ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને જન નયાગનની રિલીઝ તારીખની જાહેરાત કરી. પ્રોડક્શન હાઉસે લખ્યું, 'જન નાયગન' 09-01-2026ના રોજ સિનેમાઘરોમાં આવશે. ફેન્સ આ જાહેરાતથી ઉછળી પડ્યા છે અને અત્યારથી જ ફિલ્મ વિશેનું બઝિંગ તેજ થઈ ગયું છે.
આ પણ વાંચોઃ શિંદે પર કટાક્ષ બાદ કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ, 40 શિવસૈનિકો સામે FIR