Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Thandel'-પુષ્પા કરતાં વધુ મજબૂત ! નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ

Thandel -સાઉથની વધુ એક બ્લોક બસ્ટર ફિલ્મ
 thandel  પુષ્પા કરતાં વધુ મજબૂત   નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ
Advertisement

''Thandel' થંડેલ ફિલ્મમાં નાગા ચૈતન્ય (Naga Chaitanya)અને સાઈ પલ્લવી (Sai Pallavi)  ની જોડી જોવા મળી રહી છે. આજે તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિનેમાઘરોમાં આવી છે.

Advertisement

શું પુષ્પા 2 થિયેટરમાંથી દૂર થયા પછી લોકોમાં તેનો ક્રેઝ જોવા મળશે? હાલમાં જ રિલીઝ થઈ રહેલી   પ Thandel X અવધારે ભપક સાથે આવી રહી છે. બિગ બજેટની ધમાકેદાર ફિલ્મ છે. 

Advertisement

ચંદુ મોંડેતી દ્વારા નિર્દેશિત ફિલ્મ

Advertisement

સિનેમા પ્રેમીઓ શુક્રવારની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દિવસે મોટાભાગની ફિલ્મો રિલીઝ થાય છે. 7મી ફેબ્રુઆરીએ ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં આવી ચૂકી છે. આમાં નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ 'થાંડેલ'નું નામ પણ સામેલ છે. ચંદુ મોંડેતી દ્વારા નિર્દેશિત ફિલ્મનો પહેલો શો જોયા પછી, લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.

દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?

સોશિયલ મીડિયા પર અત્યાર સુધીના ''Thandel' ના રિવ્યુમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે થંડેલ ફિલ્મ એક સારી લવ સ્ટોરી બતાવે છે. તેમાં ભાવનાત્મક પળો પણ બતાવવામાં આવી છે. આ જોઈને લાગણીશીલ વ્યક્તિ ભાગ્યે જ પોતાના આંસુને કાબૂમાં રાખી શકે. ચાહકો નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની એક્ટિંગને મજબૂત ગણાવી રહ્યા છે.

ચાહકો સંગીતના વખાણ કરી રહ્યા છે

થાંડેલ ''Thandel' ફિલ્મનું સંગીત દેવી શ્રી પ્રસાદે આપ્યું છે અને દર્શકોએ તેમના કામની પ્રશંસા કરી છે. આટલું જ નહીં, મોટાભાગના વપરાશકર્તાઓ તેને છેલ્લા કેટલાક વર્ષોમાં ડીએસપી દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કાર્ય ગણાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ ફિલ્મ વિશે એવી પણ ફરિયાદ કરી છે કે તેની ગતિ થોડી ધીમી છે. આ કારણે તેના કેટલાક ભાગો કંટાળાજનક લાગે છે.

''Thandel' 'ફિલ્મના બંને ભાગોની સૌથી સુંદર ક્ષણો છેલ્લી 20 મિનિટમાં જોવા મળે છે. સેકન્ડ હાફમાં ફિલ્મની ગતિ થોડી બગડતી જણાય છે.

નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની જોડી કેવી લાગી?

ફિલ્મમાં નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે. આ બંનેએ મોટા પડદા પર પોતાના પાત્રોને શાનદાર રીતે ભજવ્યા છે. અન્ય એકે પોસ્ટ શેર કરી અને લખ્યું, 'સાઈ પલ્લવીએ ફરી એકવાર પોતાના ડાન્સથી બધાના દિલ જીતી લીધા છે.'

નાગા ચૈતન્યનું જોરદાર પુનરાગમન

થંડેલ ફિલ્મમાં નાગા ચૈતન્યની એક્ટિંગને પણ શાનદાર ગણાવવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું છે કે અભિનેતા આ ફિલ્મ દ્વારા જોરદાર કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે.

શું છે ''Thandel' ફિલ્મની વાર્તા?

સામાન્ય રીતે ફિલ્મને તેની વાર્તાના કારણે ખરાબ કે સારી માનવામાં આવે છે. થંડેલ''Thandel'  ફિલ્મની વાત કરીએ તો, તેની વાર્તા માછીમારોની આસપાસ ફરે છે, જેઓ માછીમારી કરતી વખતે અકસ્માતે પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જાય છે અને ત્યારબાદ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો- 'છાવા' માટે વિક્કી કૌશલે 25 કિલો વજન વધાર્યું, આક્રમક દેખાવા માટે ખૂબ મહેનત કરી

Tags :
Advertisement

.

×