Sitaare Zameen Par ફિલ્મને સેન્સબોર્ડે આપી મંજૂરી, આમિર ખાન છેવટ સુધી ન ઝુક્યો
- સેન્સર બોર્ડ આમિર ખાન આગળ ઝુકી ગયું
- સિતારે જમીન પરને આપી રિલીઝની મંજૂરી
- આજથી થીયેટર માટે એડવાન્સ બૂકિંગ શરુ થશે
Sitaare Zameen Par : બોલિવૂડના પરફેક્ટનિસ્ટ આમિર ખાન (Aamir Khan) ની અપકમિંગ અને મચઅવેટેડ ફિલ્મ સિતારે જમીન પર (Sitaare Zameen Par) માં સેન્સરબોર્ડે 2 કટ સૂચવ્યા હતા. જેનો આમિર ખાને વિરોધ કર્યો હતો. આ ઘટના બાદ ફિલ્મની રિલીઝ અટવાઈ ગઈ હતી. જો કે સેન્સર બોર્ડે આમિર ખાન સામે નમતું જોખીને ફિલ્મને રિલીઝ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. હવે સિતારે જમીન પર ફિલ્મ તેની નિર્ધારિત રિલીઝ ડેટ 20મી જૂને જ થીયેટરમાં રિલીઝ થશે.
આજ સાંજથી એડવાન્સ બૂકિંગ શરુ થશે
આર.એસ. પ્રસન્ના દિગ્દર્શિત Sitaare Zameen Par ની રિલીઝને લઈને સંકટના વાદળો જોવા મળ્યા હતા. વાસ્તવમાં સેન્સર બોર્ડે ફિલ્મમાં બે કટ સૂચવ્યા હતા પરંતુ આમિર ખાન અને પ્રસન્નાએ આ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ પછી એવું લાગતું હતું કે રિલીઝ મુલતવી રાખવી પડી શકે છે. જો કે સોમવારે, આમિરે CBFC સ્ક્રીનિંગ કમિટીના અધિકારીઓને મળ્યા હતા. જેના પછી કોઈપણ કટ વિના રિલીઝ માટે પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા કોઈપણ કટ વગર પાસ કરી દેવામાં આવી છે. તેથી હવે ફિલ્મનું એડવાન્સ બૂકિંગ પણ આજે મંગળવાર સાંજ સુધીમાં શરૂ થઈ જશે.
#AamirKhan's #SitaareZameenPar hits a bump ahead of release.
Just days before its June 20 premiere, the #CBFC has demanded two cuts, but Aamir Khan stands firm, refusing to alter the film.
Read more: https://t.co/JpLGql6Xk6 pic.twitter.com/sgFOqiY0U8
— Filmfare (@filmfare) June 16, 2025
સ્પેનિશ ફિલ્મની સત્તાવાર રિમેક
'સિતારે જમીન પર' આ ફિલ્મ ચોક્કસપણે 2007ની સુપરહિટ 'તારે જમીન પર'ની સિક્વલ છે, પરંતુ તેની વાર્તા સંપૂર્ણપણે અલગ છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ 3 વર્ષ પછી સ્ક્રીન પર પાછા ફરનાર આમિર ખાન માટે કમબેક સાબિત થશે. 'સિતારે જમીન પર' વાસ્તવમાં સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની સત્તાવાર રિમેક છે.
સિતાર જમીન પર કાસ્ટ એન્ડ ક્રુ
આમીર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી 'સિતારે જમીન પર'માં આમિર સાથે જેનેલિયા ડિસોઝા (Genelia D'Souza) મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે 10 દિવ્યાંગ કલાકારો પણ છે. આ વાર્તા એક વોલીબોલ કોચ પર આધારિત છે જે આ અપંગ લોકોની ટીમને તાલીમ આપે છે. આ ફિલ્મ એક ભાવનાત્મક સ્પોર્ટ્સ ડ્રામા છે. દિવ્યા નિધિ શર્માએ પટકથા લખી છે, જ્યારે ગીતો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. સંગીત શંકર-એહસાન-લોયનું છે.
આ પણ વાંચોઃ Sudha Murty એ ફિલ્મ સિતારે જમીન પરનો રીવ્યૂ આપ્યો, જાણો શું કહ્યું દેશની આ અગ્રણી મહિલાએ ?