Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kapil Sharma ની ભવિષ્યવાણી સાચી પડી? Samay Raina ના વિવાદાસ્પદ શો 'લેટેન્ટ' પર થયો મોટો ખુલાસો!

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો'માં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાએ હાજરી આપી હતી. કપિલે મજાકિયા અંદાજમાં સમયને 'આગોતરા જામીન' અંગે પૂછતા ખુલાસો થયો કે 'લેટેન્ટ' શો બંધ થવાના એક દિવસ પહેલા જ કપિલે તેને સાવધ રહેવાની ચેતવણી આપી હતી. કપિલે સલાહ આપી કે પ્રખ્યાત થયા પછી ગમે તે બોલવું જોખમી બની શકે છે.
kapil sharma ની ભવિષ્યવાણી સાચી પડી  samay raina ના વિવાદાસ્પદ શો  લેટેન્ટ  પર થયો મોટો ખુલાસો
Advertisement
  • કપિલે સમયને જેલ અને કેસ બાબતે કર્યા સવાલ
  • 'લેટેન્ટ' બંધ થતા પહેલા જ કપિલે કરી હતી ભવિષ્યવાણી
  • "ફેમસ થયા પછી ગમે તે ન બોલાય" - કપિલની સલાહ
  • રણવીર અલ્હાબાદિયા અને સમયની મિત્રતાની ચર્ચા
  • નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના સાથે કોમેડીનો તડકો

કોમેડી કિંગ કપિલ શર્માના શો (Kapil Sharma Show) માં આ વખતે ડિજિટલ દુનિયાના દિગ્ગજો પહોંચ્યા હતા. શોમાં એન્ટ્રી થતાની સાથે જ કપિલે સમય રૈના અને રણવીરના વિવાદો પર ચપટી લીધી હતી. કપિલે મજાકિયા અંદાજમાં પૂછ્યું કે, "તમે પહેલા શું લેશો- ચા, કોફી કે પછી આગોતરા જામીન (Anticipatory Bail)?" આ સાંભળીને આખો સેટ હાસ્યથી ગુંજી ઉઠ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Advertisement

કપિલની ભવિષ્યવાણી અને લેટેન્ટ વિવાદ

વાતચીત દરમિયાન સમય રૈના (Samay Raina) એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, તેનો વિવાદાસ્પદ શો 'લેટેન્ટ' બંધ થવાના બરાબર એક દિવસ પહેલા કપિલ શર્માનો તેને ફોન આવ્યો હતો. કપિલે તેને કહ્યું હતું કે, "તારી સાથે કંઈક ખરાબ થવાનું છે." આ અંગે કપિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે કોઈ અંતર્યામી નથી પણ પોતાના અનુભવથી કહી રહ્યો હતો. કપિલે સમયને ચેતવતા કહ્યું હતું કે, "તું હવે લોકોની નજરમાં આવી ગયો છે, એટલે થોડું સંભાળીને ચાલજે. તમે કંઈ પણ બોલીને ફેમસ થઈ શકો છો, પણ ફેમસ થયા પછી ગમે તે નથી બોલી શકતા."

Advertisement

કોન્ટ્રોવર્સી બાદ કોને કર્યો કોલ?

જ્યારે કપિલે પૂછ્યું કે વિવાદ થયા પછી તે સૌથી પહેલા કોને કોલ કરે છે, ત્યારે સમયે હસતા હસતા જવાબ આપ્યો કે, "સૌથી પહેલા તો વકીલને જ કોલ કરવો પડે છે." શોમાં રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia) એ પણ જણાવ્યું કે કપિલ રૈનાનો શો જુએ છે. સમયે કપિલ, અર્ચના પૂરણ સિંહ અને સિદ્ધુ પાજી સાથે ટીવી પર આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને મજાકમાં ઉમેર્યું કે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે આ બધા લોકો તેને હવે ઓટીટી (OTT Platform) પર મળશે.

આ પણ વાંચો : કેનેડામાં કપિલ શર્માના 'Kaps Cafe' પર ફરી ફાયરિંગ

Tags :
Advertisement

.

×