હોરર-કોમેડી ફિલ્મ 'Stree 2' એ શાહરુખ-સલમાનની ફિલ્મોને પણ પછાડી!
'સ્ત્રી 2'ની અસાધારણ સફળતા શાહરૂખ-સલમાનની ફિલ્મોની છોડી પાછળ બોક્સ ઓફિસ પર કરી રૂ.600 કરોડની કમાણી Stree 2 Box Office Day 39 : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' (Horror-Comedy Film 'Stree 2') બોક્સ ઓફિસ પર કમાલ...
Advertisement
- 'સ્ત્રી 2'ની અસાધારણ સફળતા
- શાહરૂખ-સલમાનની ફિલ્મોની છોડી પાછળ
- બોક્સ ઓફિસ પર કરી રૂ.600 કરોડની કમાણી
Stree 2 Box Office Day 39 : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' (Horror-Comedy Film 'Stree 2') બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. રિલીઝના 39 દિવસ પછી પણ, ફિલ્મની સફળતાનો દબદબો યથાવત છે. 'સ્ત્રી 2'એ હિન્દી સિનેમાના અનેક રેકોર્ડ તોડ્યા છે અને સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 600 કરોડનો આંકડો પાર કરી દીધો છે. નાની ફિલ્મ હોવા છતાં, આ ફિલ્મે દરેક મોટું નામ ધરાવતી ફિલ્મોનું સ્થાન લઇને બોક્સ ઓફિસના આંકડાઓમાં દોટ મૂકી છે.

