The Kerala Story 2 : ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા વિવાદનું વંટોળ સર્જાયું !
- The Kerala Story 2 ના રિલીઝ પહેલા જ વિવાદ સર્જાયો છે
- ફિલ્મમાં માંસ ખવડાવવાના દ્રશ્યને લઇને વિરોધ સામે આવ્યો છે
- ફિલ્મ નિર્માતા અને અભિનેતાએ પોતાની કડક પ્રતિક્રિયા આપી છે
The Kerala Story 2 : કામાખ્યા નારાયણ સિંહ દ્વારા દિગ્દર્શિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત, "The Kerala Story 2: Goes Beyond" 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મના રિલીઝ પહેલા જ ઘણો વિવાદ ઉભો થયો છે. પાંચ દિવસ પહેલા, "The Kerala Story 2: Goes Beyond" નું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં પહેલા ભાગની જેમ જ લવ જેહાદ, અને ધાર્મિક પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દાઓને સંબોધવામાં આવ્યા હતા.
The Kerala Story 2, બળજબરીથી માંસ ખવડાવવામાં આવ્યું
જો કે, આ વખતે, કહાનીમાં ફક્ત કેરળ જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ હિસ્સાઓ પણ વર્ણવવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વધુમાં, ફિલ્મના એક દ્રશ્યમાં એક હિન્દુ મહિલાને, તેના મુસ્લિમ સાસરિયાઓ દ્વારા બળજબરીથી માંસ ખવડાવવામાં આવતું દર્શાવવામાં આવ્યું છે. આ દ્રશ્યની ઘણા લોકો દ્વારા નિંદા કરવામાં આવી છે. અનુરાગ કશ્યપ અને પ્રકાશ રાજે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
આ પણ વાંચો ------- Hardik Pandya: રિલેશનશિપ સ્ટેટસ ભલે બદલાયું, પણ પ્રેમ નહીં, હાર્દિક પંડ્યાએ પુત્ર માટે ખર્ચ્યા કરોડો, ભેટમાં આપી આલીશાન કાર
The Kerala Story 2, કોઇ ખીચડી પણ ખવડાવતું નથી
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે (Film Director - Anurag Kashyap) શનિવારે કેરળમાં આયોજિત એક એવોર્ડ સમારોહમાં "ઘ કેરળ સ્ટોરી 2" ના ટ્રેલર પર પણ પ્રતિક્રિયા આપી હતી. જ્યારે એક પત્રકારે ફિલ્મ વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો, ત્યારે અનુરાગ કશ્યપે કહ્યું, "The Kerala Story 2: Goes Beyond એક બકવાસ ફિલ્મ છે. તેનો બકવાસ પ્રચાર કરાઇ રહ્યો છે. આ રીતે કોણ બીફ ખવડાવે છે ? આ રીતે તો કોઇ ખીચડી પણ ખવડાવતું નથી."
નિર્માતા એક લોભી માણસ
તેમણે આગળ કહ્યું કે, "તેઓ ફક્ત પૈસા કમાવવા અને બધાને ખુશ કરવા માંગે છે, લોકોને વિભાજીત કરવા માંગે છે. ફિલ્મ નિર્માતા એક લોભી માણસ છે. તે ફક્ત પૈસા કમાવવા માંગે છે."
વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિની વાર્તા
પ્રકાશ રાજે શનિવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર ટ્વિટ કર્યું હતું. તેમાં, તેમણે ખોરાકની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું કે, "વાસ્તવિક #KeralaStory એ છે કે... કેરળની સ્વાદિષ્ટ ખાદ્ય પરંપરામાં, સીરિયન ખ્રિસ્તી બીફ ફ્રાય, અને નારિયેળ બીફ ફક્ત એક વાનગી નથી, પરંતુ તેમની સાથે તેમના વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિની વાર્તા પણ છે. ફક્ત તેનો સ્વાદ ચાખો અને જુઓ."
સહઅસ્તિત્વ ધરાવે છે
પછી રવિવારે, તેમણે ફરીથી કેટલીક તસવીરો શેર કરી, અને લખ્યું, "વાસ્તવિક #KeralaStory એ છે કે, કેવી રીતે ડુક્કરનું માંસ, બીફ અને માછલી જેવી માંસાહારી વાનગીઓ શુદ્ધ શાકાહારી ભોજન સાથે સહઅસ્તિત્વ ધરાવે છે, અને દરેક વ્યક્તિ પોતાની જગ્યામાં પ્રેમ અને સુમેળ સાથે રહે છે."
કડક શબ્દોમાં નિવેદન બહાર પાડ્યું
'The Kerala Story 2: Goes Beyond'નું ટ્રેલર જોયા પછી, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ફિલ્મની નિંદા કરતા એક કડક શબ્દોમાં નિવેદન બહાર પાડ્યું હતું, તેને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાનો, અને તેની ધર્મનિરપેક્ષ પરંપરાઓને નબળી પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર અને સીપીઆઈના વડા પી. સંદોષ કુમારે પણ ફિલ્મ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો ------- Malaika Arora ના જીવનમાં રોમાન્સની વાપસી, 'મિસ્ટ્રી મેન' સાથે દેખાઇ !


