The magic of Indian Movies : દુશ્મની એકતરફ, દીવાનગી બીજી તરફ
- The magic of Indian Movies : સરહદના સીમાડાઓળંગી પાકિસ્તાનમાં ગુંજ્યો ભારતીય ફિલ્મોનો ડંકો! જાણો સંજય મિશ્રાની 'વધ 2', રાણી મુખર્જીની 'મર્દાની 3 ' અને 'તુ યા મૈ' જેવી ભારતીય ફિલ્મોએ પાકિસ્તાન નેટફ્લિક્સ પર કેવી રીતે ધૂમ મચાવી.
The magic of Indian Movies : ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે રાજકીય તણાવની ખાઈ ઊંડી હોય, પરંતુ કળા અને સિનેમાના મામલે આજે પણ ભારતીય ફિલ્મો પાકિસ્તાની આવામની પહેલી પસંદ છે. ટેકનિકલ દ્રષ્ટિએ હોય કે વાર્તાના વૈવિધ્યમાં, ભારતીય સિનેમા પાકિસ્તાની સિનેમા (લોલીવૂડ) કરતા અનેકગણું એડવાન્સ અને વૈશ્વિક સ્તરનું બની ગયું છે. ભલે ત્યાંના સિનેમાઘરોમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ હોય, પણ ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ પર પાકિસ્તાની પ્રેક્ષકો ભારતીય ફિલ્મો પર જે રીતે તૂટી પડે છે, તે સાબિત કરે છે કે લોકમાનસને હજી પણ સરહદના સીમાડા નડતા નથી. કળા તેની અભિવ્યક્તિ માટે પોતાનો રસ્તો શોધી જ લે છે.
The magic of Indian Movies : 'વધ 2' અને 'વધ': સંજય મિશ્રાનો જાદુ
સંજય મિશ્રા-Sanjay Mishra અને નીના ગુપ્તા અભિનીત ક્રાઈમ થ્રિલર ‘વધ 2’ Vadh 2 હાલ પાકિસ્તાન(Pakistan)માં બીજા ક્રમે ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મે સિનેમાઘરોમાં ભલે મધ્યમ પ્રતિસાદ મેળવ્યો હોય, પણ પાકિસ્તાનીઓને તેના સસ્પેન્સ અને ડ્રામાએ ઘેલા કર્યા છે. આટલું જ નહીં, તેની પહેલી ફિલ્મ ‘વધ’ પણ છેલ્લા ચાર અઠવાડિયાથી ટોપ-10માં યથાવત છે, જે હાલ આઠમા સ્થાને છે.
The magic of Indian Movies : શનાયા કપૂરની ‘તુ યા મૈ’
બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થયેલી શનાયા કપૂર-Shanaya Kapoorની થ્રિલર ફિલ્મ ‘તુ યા મૈ’ પાકિસ્તાની પ્રેક્ષકોની ફેવરિટ બની ગઈ છે. નેટફ્લિક્સ પાકિસ્તાનની યાદીમાં આ ફિલ્મ ત્રીજા સ્થાને બિરાજમાન છે.
મહિલા પ્રધાન ફિલ્મોનો દબદબો: ‘મર્દાની 3’
રાણી મુખર્જીની પાવર-પેક્ડ ફિલ્મ ‘મર્દાની ૩’ એ ભારતીય બોક્સ ઓફિસ પર બંપર કમાણી કર્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ જાદુ ચલાવ્યો છે. પાકિસ્તાનમાં આ ફિલ્મ પાંચમા ક્રમે છે. આ દર્શાવે છે કે પાકિસ્તાની દર્શકો મજબૂત મહિલા પાત્રો અને સામાજિક વિષયો ધરાવતી ફિલ્મોને વધુ પસંદ કરી રહ્યા છે.
દક્ષિણ ભારતનું સસ્પેન્સ: ‘મૃત્યુંજય’
સાઉથની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘મૃત્યુંજય’ જે થિયેટરમાં નિષ્ફળ રહી હતી, તે ઓટીટી પર ગ્લોબલ હિટ સાબિત થઈ છે. ૧૧ દેશોમાં ટોપ-10માં સ્થાન મેળવનારી આ ફિલ્મ પાકિસ્તાનમાં છઠ્ઠા સ્થાને ટ્રેન્ડ કરી રહી છે.
ભારતીય 'ધુરંધર' ફિલ્મોની ધાક
ભારતીય સિનેમાની કોઈ મોટી એક્શન ફિલ્મ હોય અને પાકિસ્તાનમાં તેની ચર્ચા ન હોય એવું તો બને જ નહીં. ભારતમાં ધૂમ મચાવ્યા બાદ ‘ધુરંધર’ Dhurandhar જેવી ફિલ્મોએ પાકિસ્તાનમાં સાતમું સ્થાન મેળવીને સાબિત કર્યું છે કે ભારતીય સુપરસ્ટાર્સનું ફેન-ફોલોઈંગ ત્યાં પણ અકબંધ છે.
સિનેમા—એક અભેદ સેતુ
ભારતીય ફિલ્મોનું આ સ્તરનું સફળતાનું કારણ તેનું અદ્યતન નિર્માણ અને પ્રેક્ષકોની સંવેદનાઓને સ્પર્શવાની ક્ષમતા છે. પાકિસ્તાન નેટફ્લિક્સના આ આંકડાઓ સ્પષ્ટ સંદેશ આપે છે કે રાજકીય નકશા ભલે ગમે તે કહેતા હોય, પણ સાંસ્કૃતિક રીતે બંને દેશો આજે પણ સિનેમાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે. ભારતીય સિનેમાની આ એડવાન્સ ટેકનોલોજી અને વાર્તા કહેવાની શૈલી જ તેને સરહદ પાર પણ 'કિંગ' બનાવે છે.
આ પણ વાંચો :Govinda : બોલિવૂડનો અપ્રતિમ કલાકારGovinda : બોલિવૂડનો અપ્રતિમ કલાકાર


