ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salaar: Rebel Star Prabhas ની ફિલ્મ સાલારનું બીજી ટ્રેલર થયું રિલીઝ

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સલાર' નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ અભિનીત આ હાઈ-વોલ્ટેજ એક્શન થ્રિલર ફિલ્મના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોના ઉત્સાહને બમણો કરવા માટે નિર્માતાઓએ હવે એક્શનથી ભરપૂર ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ...
11:46 PM Dec 18, 2023 IST | Aviraj Bagda
આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સલાર' નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ અભિનીત આ હાઈ-વોલ્ટેજ એક્શન થ્રિલર ફિલ્મના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોના ઉત્સાહને બમણો કરવા માટે નિર્માતાઓએ હવે એક્શનથી ભરપૂર ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ...

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સલાર' નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ અભિનીત આ હાઈ-વોલ્ટેજ એક્શન થ્રિલર ફિલ્મના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોના ઉત્સાહને બમણો કરવા માટે નિર્માતાઓએ હવે એક્શનથી ભરપૂર ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ કર્યું છે.

આ ફિલ્મનું બીજું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું છે, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના બીજા ટ્રેલરની વાત કરીએ તો આ 2.54 મિનિટનું ટ્રેલર જોયા પછી તમને ગૂઝબમ્પ્સ આવી જશે. એક્શન અને ખૂનખરાબાથી ભરપૂર સાલારનું બીજું ટ્રેલર આશ્વચર્યતક્તિ કરી દેશે.

ફિલ્મની વાર્તા પર્શિયન સામ્રાજ્યના સુલતાન વિશે છે. તમને જણાવી દઈએ કે પૃથ્વીરાજ સુકુમારન ફિલ્મમાં સુલતાનની ભૂમિકા ભજવી રહ્યા છે, જે એક વિલન છે. પ્રભાસ તેના બેસ્ટ ફ્રેન્ડના રોલમાં છે જે પાછળથી તેનો દુશ્મન બની જાય છે. આ ફિલ્મમાં પ્રભાસની સામે શ્રુતિ હાસન જોવા મળશે.

'સાલર' ફિલ્મની રિલીઝમાં ફેરબદલને કારણે ઘણા સમયથી આ ફિલ્મ ચર્ચાનું વિષય બની ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે 22 ડિસેમ્બરે રિલીઝ થશે. 400 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની ટક્કર શાહરૂખ ખાનની ડંકી સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં કમાણી મામલે કઈ ફિલ્મ જીતશે તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો: સ્વિમિંગ પૂલમાં મૌની રોયે પાણીમાં લગાવી આગ,જુઓ તસવીરો

 

 

 

Tags :
PrabhasRebelstarprabhasSalaarSalaarFilm
Next Article