ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'આશિકી 3'નું શૂટિંગ જાન્યુઆરી 2024થી શરૂ થશે, ફિલ્મની એક્ટ્રેસ અંગે જાહેરાત

'આશિકી 3' ની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મની લીડ રોલ માટે અભિનેત્રી વિશે ચર્ચા થઈ રહી છે.જે રોલ માટે અત્યાર સુધી ઘણી એક્ટ્રેસોના નામની ચર્ચા કરવામાં આવી છે.હાલમાં અભિનેત્રી તારા સુતારિયાના નામની ચર્ચાઓ પણ સામે આવી છે. 'આશિકી 3'માં...
01:20 PM Oct 05, 2023 IST | Maitri makwana
'આશિકી 3' ની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મની લીડ રોલ માટે અભિનેત્રી વિશે ચર્ચા થઈ રહી છે.જે રોલ માટે અત્યાર સુધી ઘણી એક્ટ્રેસોના નામની ચર્ચા કરવામાં આવી છે.હાલમાં અભિનેત્રી તારા સુતારિયાના નામની ચર્ચાઓ પણ સામે આવી છે. 'આશિકી 3'માં...

'આશિકી 3' ની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મની લીડ રોલ માટે અભિનેત્રી વિશે ચર્ચા થઈ રહી છે.જે રોલ માટે અત્યાર સુધી ઘણી એક્ટ્રેસોના નામની ચર્ચા કરવામાં આવી છે.હાલમાં અભિનેત્રી તારા સુતારિયાના નામની ચર્ચાઓ પણ સામે આવી છે.

'આશિકી 3'માં જોવા મળી શકે છે તારા સુતારિયા

ફિલ્મફેરના અહેવાલો અનુસાર, ફિલ્મમાં કાર્તિકની સામે તારા સુતારિયાને ફાઈનલ કરવામાં આવી છે. જો તારા સુતારિયાને ફિલ્મમાં કામ કરશે તો કાર્તિક આર્યન અને તારા પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે.પરંતુ હજુ સુધી મેકર્સ દ્વારા ફિલ્મની એક્ટ્રેસ અંગે કોઈ સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યું નથી.

જાન્યુઆરી 2024થી શરૂ થઈ શકે ફિલ્મનું શૂટિંગ

સુત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2024થી શરૂ થઈ શકે છે.ફિલ્મ 'આશિકી 3'ના નિર્માતા અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે પણ જણાવ્યું કે હાલમાં આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. આશિકી ફ્રેન્ચાઈઝી તેમના મ્યુઝિક માટે જાણીતી છે. જેના કારણે ફિલ્મના મ્યુઝિક ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ફિલ્મની જાહેરાત બાદથી જ લીડિંગ લેડીની શોધ ચાલુ છે.

આ ફિલ્મની જાહેરાત બાદથી જ લીડ એક્ટ્રેસ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે.જે બાદ ફિલ્મમાં લીડ રોલ માટે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર, ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ, સારા અલી ખાન, કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણ સહિત ઘણી અભિનેત્રીઓના નામ સામે આવી ચુક્યા છે.પરંતુ હજુ સુધી કોઈના નામની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો -  ફિલ્મ ‘રામાયણ’ને લઈને એક અગત્યનું અપડેટ,જાણો ક્યારથી શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

Tags :
Aashiqui 3ActoractressBollywoodBollywood MovieFilmkartik aryantara sutaria
Next Article