તાજમહેલના વિવાદ પર બનેલી 'ધ તાજ સ્ટોરી' પરેશ રાવલ માટે બની મુશ્કેલી, પોસ્ટરથી ધાર્મિક વિવાદ શરૂ
- પરેશ રાવલની વધુ એક ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ( The Taj Story Controversy )
- ઘ તાજ સ્ટોરી રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ
- પોસ્ટરના વિઝ્યુઅલ્સને લઈને પગલે વિરોધ શરૂ
The Taj Story Controversy : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની આગામી ફિલ્મ 'ધ તાજ સ્ટોરી' તેની રિલીઝ પહેલા જ મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ 31 ઓક્ટોબર 2025ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે, પરંતુ તેના પોસ્ટરના વિઝ્યુઅલ્સને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ શરૂ થયો છે.
પોસ્ટરમાં શું છે વિવાદનું કારણ? (The Taj Story Controversy )
ફિલ્મના પોસ્ટરમાં પરેશ રાવલ તાજમહેલના ગુમ્બદને ઊંચકતા જોવા મળે છે, અને તે ગુમ્બદની અંદરથી ભગવાન શિવની મૂર્તિ દેખાય છે. આ દ્રશ્યને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, અને સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોરદાર હોબાળો મચ્યો છે.
કલાકાર પર પણ સધાયું નિશાન (The Taj Story Controversy )
ફિલ્મના પોસ્ટર સામે આવ્યા બાદ માત્ર તેની વાર્તા પર જ નહીં, પરંતુ પરેશ રાવલ પર પણ નિશાન સાધવામાં આવી રહ્યું છે. ઘણા યુઝર્સે કહ્યું છે કે તેઓ પરેશ રાવલને એક સંવેદનશીલ અને જવાબદાર કલાકાર માનતા હતા, પરંતુ આ ફિલ્મ તેમની જાહેર છબીને નુકસાન પહોંચાડી શકે છે.
ડિસ્ક્લેમર જાહેર કરવું પડ્યું
વિવાદ વધ્યા બાદ ફિલ્મની ટીમે અને પરેશ રાવલે એક ડિસ્ક્લેમર જાહેર કરવું પડ્યું છે. આ ડિસ્ક્લેમરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિલ્મ 'ધ તાજ સ્ટોરી' કોઈપણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશથી બનાવવામાં આવી નથી.
શું તાજમહેલની અંદર શિવમંદિર છે?
ફિલ્મ મેકર્સ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ મૂવીને તાજમહેલની અંદર શિવમંદિર હોવાની વાત સાથે કોઈ લેવાદેવા નથી. પ્રોડક્શન હાઉસ સ્વર્ણિમ ગ્લોબલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિલ્મ ઐતિહાસિક તથ્યો અને કોર્ટરૂમ ડ્રામા પર આધારિત છે. તેમણે દર્શકોને અપીલ કરી છે કે ફિલ્મ જોયા પછી જ તેના વિશે પોતાનો અભિપ્રાય બનાવે.
બુક પરથી આધારીત છે ફિલ્મ
માનવામાં આવે છે કે ફિલ્મની વાર્તા ઇતિહાસકાર પી.એન. ઓકના વિવાદિત દાવાઓ પર આધારિત છે, જેમણે કહ્યું હતું કે તાજમહેલ પહેલા તેજો મહાલય નામનું શિવમંદિર હતું. જોકે, આ સ્મારક મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યું હતું અને 1983માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું. અમરીશ ગોયલ દ્વારા લખાયેલી અને નિર્દેશિત આ કોર્ટરૂમ ડ્રામામાં પરેશ રાવલ સાથે ઝાકિર હુસૈન, અમૃતા ખાનવિલકર, નમિત દાસ અને સ્નેહા વાઘ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મને સારો પ્રતિસાદ મળશે?
વિવાદોને કારણે 'ધ તાજ સ્ટોરી'નું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે. સતત મળી રહેલી ટીકાઓથી એવી આશંકા છે કે ફિલ્મને સિનેમાઘરોમાં સારી શરૂઆત ન પણ મળે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદો વચ્ચે રિલીઝ થયા પછી ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો પ્રતિસાદ મેળવે છે
આ પણ વાંચો : સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ફરી ગુંજશે કિલકારી? અભિનેત્રી બીજીવાર પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા!