Dhurandhar Craze: કાશ્મીરમાં પણ છવાઈ ફિલ્મ ‘ધુરંધર’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ પ્રશંસાના ફૂલ ગૂંથ્યા!
- Dhurandhar Craze: કાશ્મીરમાં પણ છવાઈ ફિલ્મ ધુરંધર
- મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પ્રશંસા કર્યા વગર ના રહી શક્યા
- ફિલ્મ ભલે પ્રોપગેન્ડા, પણ લોકોને બહું ગમી છેઃ મુખ્યમંત્રી
Dhurandhar Craze: રણવીરસિંહ (Ranveer Singh) અને અક્ષય ખન્નાની (Akshaye Khanna) ફિલ્મ દેશ સહિત વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે. ત્યારે હવે આ ફિલ્મનો કાશ્મીરમાં (Kashmir) પણ ક્રેઝ વધ્યો છે. રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મ ઘણા લોકોને થિયેટરોમાં (Theaters) ખેંચી રહી છે. દરેક વ્યક્તિ એકવાર તો જોવા માંગે છે. ફિલ્મની વાર્તા અને કલાકારોનો અભિનય એટલો પ્રભાવશાળી છે, કે દરેક વ્યક્તિ તેના વખાણ કરતા થાકતી નથી. જોકે, કેટલાક લોકો ધુરંધર ફિલ્મ સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકો આ ફિલ્મને પ્રોપગેન્ડા (Propaganda) બતાવી રહ્યા છે. ત્યારે હવે આ ફિલ્મ કાશ્મીરવાસીઓને પણ ઝકડી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ (Chief Minister Omar Abdullah) પણ ફિલ્મના વખાણ કરી દીધા છે.
Dhurandhar Craze: જમ્મુ-કાશ્મીરના સીએમ ' ધુરંધર'ના વખાણમાં શું બોલ્યા
"ધુરંધર" ફિલ્મની સૌથી મોટી ટીકા એ છે કે, તે એક "પ્રચાર" ફિલ્મ છે. આનાથી દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ પહેલીવાર નથી. જ્યારે કોઈ બોલિવૂડ (Bollywood) ફિલ્મને "પ્રચાર" ફિલ્મ તરીકે લેબલ કરવામાં આવી હોય. અગાઉ, "ધ કાશ્મીર ફાઇલ્સ" (The Kashmir Files) ને પણ પ્રચાર ફિલ્મ તરીકે લેબલ (Label) કરવામાં આવી હતી. હવે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ફિલ્મો પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ભલે ફિલ્મો પ્રચારક હોય, કાશ્મીરી દર્શકો તેનો ખૂબ આનંદ માણી રહ્યા છે.
Dhurandhar Craze: CM ઓમર અબ્દુલ્લાએ કર્યા વખાણ
ધ કાશ્મીર ફાઇલ્સ અને ધુરંધરની વાત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, મેં ધ કાશ્મીર ફાઇલ્સ કે ધુરંધર ફિલ્મ જોઈ આ બંને ફિલ્મ જોવાનો મારો કોઈ ઈરાદો પણ નથી. છતાં, હું પ્રમાણિકતાથી કહું તો, પહેલી ફિલ્મ કાશ્મીર ખીણમાં સારી કમાણી કરી શકી નહતી. ઓમર અબ્દુલ્લાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, પરંતુ હું બીજી ફિલ્મ, ધુરંધર વિશે આવું નહીં કહી શકું, કારણ કે, આ એક સનસનાટીભરી ફિલ્મ છે. જે ખૂબ પૈસા કમાઈ રહી છે. વિજય ધર, જે ખીણમાં એકમાત્ર મલ્ટિપ્લેક્સના માલિક છે. મને કહી રહ્યા હતા કે, આ બીજી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરી રહી છે. આનો અર્થ એ થયો કે, ભલે આ ફિલ્મ પ્રચાર-પ્રસારિત હોય, પરંતુ કાશ્મીરી દર્શકો તેની મજા માણી રહ્યા છે. અને ખુશીથી જોઈ રહ્યા છે."
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતી 'ધુરંધર'
આદિત્ય ધરની આ "ધુરંધર" ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસ (Box office) પર નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે માત્ર 14 દિવસમાં ₹700કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ગલ્ફ દેશોમાં (Gulf countries) પ્રતિબંધ હોવા છતા વિશ્વભરમાં પણ ફિલ્મે હડકંપ મચાવી છે. એક્ટર રણવીર સિંહના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ રહી છે. તો સાથે અક્ષય ખન્નાની ધમાકેદાર એન્ટ્રીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
આ પણ વાંચો- Bharti Singh Second Baby: ગોલાને મળ્યો નાનો ભાઈ! ભારતી અને હર્ષ ફરી એકવાર માતા-પિતા બન્યા
આ પણ વાંચો- Ikkis-The Final Trailer : યુદ્ધ પર આધારિત ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રૂંવાડા ઊભા કરી દેશે!


