ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Background dancer : સંઘર્ષ પછી સફળતાની સીડી ચડ્યા છે આ કલાકારો…

Background dancer : અલબેલું મુંબઈ સપનાની નગરી છે. હિન્દી ફિલ્મોની ધબકતી દુનિયા એટલે કે બોલિવૂડ ભારતભરમાંથી રોજ અગણિત યુવક-યુવતીઓ પોતાની આંખમાં સપનાં આંજીને અહીં પોતાની કિસ્મત અજમાવવા આવે છે. કેટલાંકનાં સપનાં સાચાં ઠરે છે તો સેંકડોનાં તૂટી જાય છે…...
03:38 PM Apr 02, 2025 IST | Kanu Jani
Background dancer : અલબેલું મુંબઈ સપનાની નગરી છે. હિન્દી ફિલ્મોની ધબકતી દુનિયા એટલે કે બોલિવૂડ ભારતભરમાંથી રોજ અગણિત યુવક-યુવતીઓ પોતાની આંખમાં સપનાં આંજીને અહીં પોતાની કિસ્મત અજમાવવા આવે છે. કેટલાંકનાં સપનાં સાચાં ઠરે છે તો સેંકડોનાં તૂટી જાય છે…...

Background dancer : અલબેલું મુંબઈ સપનાની નગરી છે. હિન્દી ફિલ્મોની ધબકતી દુનિયા એટલે કે બોલિવૂડ ભારતભરમાંથી રોજ અગણિત યુવક-યુવતીઓ પોતાની આંખમાં સપનાં આંજીને અહીં પોતાની કિસ્મત અજમાવવા આવે છે. કેટલાંકનાં સપનાં સાચાં ઠરે છે તો સેંકડોનાં તૂટી જાય છે… સ્વાભાવિક છે કે રાતોરાત કોઈ સ્ટાર બની જતું નથી.

અહીં આવીને જોરદાર ઝઝૂમવું પડે છે. મુંબઈમાં રહેવા- ખાવાથી લઈને ફિલ્મોમાં કામ મેળવવા સુધી ડગલે ને પગલે સંઘર્ષ કરવો પડે છે. કેટલાક આ સંઘર્ષમાં ટકી જઈને નામ -દામ કમાય છે. એમાં જબરી મહેનતની સાથે નસીબ પણ ચોક્કસ ભાગ ભજવે છે. આવી જ કહાણી બોલિવૂડના સફળ પુરવાર થયેલા કેટલાક એક્ટર્સની છે, જેમણે પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી, પણ પછી મુખ્ય ભૂમિકામાં તગડી હિટ ફિલ્મો પણ આપી. જાણીએ, આવાં કેટલાક સ્ટાર- એક્ટર્સ વિશે.

સુશાંતસિંહ રાજપૂત

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુશાંત ટીવી સિરિયલ એક્ટરમાંથી હીરો બન્યો એ બધા જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશતા પહેલાં સુશાંત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતો હતો. અભિનેતા ફિલ્મ ધૂમ'ના ગીતધૂમ અગેન’માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે હૃિતિક રોશનની પાછળ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સુશાતે એ પછી કાઈ પો છે',શુદ્ધ દેસી રોમાન્સ’ અને `ધોની’ જેવી ફિલ્મોમાં ધૂમ મચાવીહતી... 

 

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ એણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કાજલે સિંઘમ' અનેસ્પેશિયલ 26′ જેવી ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. આજે, કાજલ અગ્રવાલ દક્ષિણની સૌથી લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ એણે પોતાની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. કાજલે ફિલ્મ `ક્યોં હો ગયા ના’ ના એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સ કર્યો હતો. એ પછી બોલિવૂડમાં એને આગળ આવવાનો બહુ મોકો ન મળ્યો તો, ભાગ્ય એને દક્ષિણમાં ખેંચી ગયું, જ્યાં એની કરિયર જામી ગઈ!

શાહિદ કપૂર

આ નામથી કોણ ફિલ્મ રસિયા અજાણ છે? શાહિદે બહેતરીન અભિનેતા તરીકે પોતાને સ્થાપિત કર્યો છે. પિતા પંકજ કપૂર એક ઊંચા દરજ્જાના અભિનેતા છે. માતા પણ અભિનય ક્ષેત્રે પોતાની ઓળખાણ બનાવી ચુકી છે. આમ છતાં, શાહીદનો ફિલ્મ પ્રવેશ એટલો સહેલો નહોતો. બીજા બોલિવૂડ સ્ટાર કિડ્સની જેમ એને તરત ફિલ્મોમાં બ્રેક નહોતો મળી ગયો. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો આ ચોકલેટ બોય શાહિદે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શાહિદ કપૂરે ઐશ્વર્યા રાયની ફિલ્મ તાલ' (1999) ના ગીતકહીં આગ લગે’ માં બેકગ્રાઉન્ડ ડાન્સ કર્યો હતો. `દિલ તો પાગલ હૈ’માં પણ એ બેકગ્રાઉન્ડ ડાન્સર રહી ચુક્યો છે.

ડેઝી શાહ


બોલિવૂડ એક્ટે્રસ ડેઝી શાહ આજકાલ ફિલ્મોથી દૂર છે. ડેઝીને સલમાન ખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. એ સલમાનની કેટલીક ફિલ્મોમાં હીરોઈન તરીકે જોવા મળી છે. આમ ફિલ્મોમાં હીરોઈન બની ચુકેલી ડેઝી શાહે પોતાની કરિયરના શરૂઆતના દિવસોમાં ઘણી ફિલ્મોમાં મોટા સ્ટાર્સની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર રહી છે.

રણવીર સિંહ

બોલીવૂડના આજના જમાનાના સુપરસ્ટાર્સમાં જેની ગણના થાય છે, એ રણવીર સિંહ નોનફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. એના માટે સુપરસ્ટારડમનો રસ્તો આસાન નહોતો. આજે કરોડોમાં ફી લેનાર રણવીર એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. કભી ખુશી કભી ગમ'ના ગીતબોલે ચૂડિયા’માં એ બેકગ્રાઉન્ડ ડાન્સર હતો, એવું કહીએ તો આજે કોઈ માની ન શકે. પણ હા, એણે પણ પોતાની કારકિર્દી બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે શરૂ કરી હતી.

દીપિકા પાદુકોણ

રણવીરની પત્ની દીપિકા પણ બોલિવૂડ હાર્ટથ્રોબ છે. એની અદાયગીના લાખો દીવાના છે. હમણાં એક રિયાલિટી શોમાં હેમા માલિનીને પૂછ્યું કે આજના જમાનાની ડ્રિમ ગર્લ તરીકે તમે કોને જુઓ છો?' ત્યારે એમણે સૌથી પહેલું નામ દીપિકાનું લીધું હતું.ઓમ શાંતિ ઓમ’થી કારકિર્દી શરૂ કરીને ટોચની હીરોઈન બનનારી દીપિકા મ્યુઝિક વીડિયોમાં બેકગ્રાઉન્ડ ડાન્સિંગ કરતી હતી એ માનવું આજે મુશ્કેલ લાગે, પણ એ હકીકત છે!

અરશદ વારસી

અરશદનું નામ આવે એટલે આપણને તરત જ મુન્નાભાઈ'નો સર્કિટ યાદ આવ્યા વિના ન રહે. અરશદ બહુ સારો ડાન્સર પણ છે. જોકે, એને ટિપિકલ બોલિવૂડ હીરોના રોલ મળ્યા નથી, તેમ છતાં ઘણા સહાયક પાત્રોમાં એનો અભિનય લાજવાબ રહ્યો છે. લોકોને એની કોમેડી પણ ખુબ ગમે છે. અરશદની ફિલ્મો આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. આ અરશદ પણ એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. આટલું જ નહીં, અરશદે ફિલ્મઆગ સે ખેલેંગે(1989)માં જીતેન્દ્ર ના ગીત `હેલ્પ મી’માં બેકગ્રાઉન્ડ ડાન્સ કર્યો હતો!

આ પણ વાંચો: 'મહાકુંભ'ની Monalisaને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની શા માટે કરાઈ ધરપરડ ??? જાણો વિગતવાર

Tags :
Background dancer
Next Article